કમલમ ફળ (ડ્રૈગન ફ્રૂટ)ના વાવેતર માટે સહાય કાર્યક્રમની યોજના
ભાવનગર જીલ્લાના બાગયાતદાર ખેડૂતો માટે નાણાકીય વર્ષ-૨૦૨૨-૨૩ માં બાગાયત ખાતા દ્વારા જાહેર કરવામાં આવેલ કમલમ ફળ (ડ્રૈગન ફ્રૂટ) વાવેતર સહાય કાર્યક્રમ યોજના માટેના ઘટકોમાં લાભ લેવા માગતા ઇચ્છુક લાભાર્થીઓએ આઇ-ખેડૂત પોર્ટલ (www.ikhedut.gujarat.gov.in) દ્વારા તા. ૯ જુલાઈ ૨૦૨૨ થી તા. ૮ ઓગસ્ટ ૨૦૨૨ સુધીમાં ઇ-ગ્રામ કેન્દ્ર અથવા ખાનગી ઇન્ટરનેટ દ્વારા ઓનલાઇન અરજી કરવાની રહેશે.
અરજીની નકલ (સહીવાળી) તથા જરૂરી સાધનિક પુરાવા જેવા કે, ૭-૧૨/૮-અ ની નકલ, આધારકાર્ડની ઝેરોક્ષ, બેંક પાસબુકની ઝેરોક્ષ સહિતની અરજી દિન-૭ માં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, સરકારી ટેકનીકલ સ્કુલ કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગર ખાતે અચૂક રૂબરૂ કે ટપાલ દ્વારા જમા કરાવવા તેમજ વધુ માહિતી માટે કચેરીના ફોન નં.: ૦૨૭૮-૨૪૨૦૪૪૪ પર સંપર્ક કરવા ભાવનગર જીલ્લાના બાગાયત ખાતાની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.
Recent Comments