અભિનેતા અને સેલ્ફ-ક્લેમ્ડ ફિલ્મ ક્રિટિક કમાલ રાશિદ ખાન ઉર્ફે KRKએ ગુરુવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પોલિટિકલ પાર્ટીમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ પછી, સોમવારે સવારે તેમણે ટ્વિટ કરીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાવા માટે સંઘ પ્રમુખ મોહન ભાગવતને ટેગ કરીને પુછ્યું છે.KRKએ પોતાના ટ્વિટમાં લખ્યું, આદરણીય મોહન ભાગવત જી, હું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાવા માટે સંપૂર્ણપણે તૈયાર છું. જો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને મારી જરૂરત છે. આ સાથે KRKએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પણ ટેગ કર્યા છે.KRKએ ગુરુવારે સવારે એક પોસ્ટ શેર કરીને લખ્યું કે તે હવે પોલિટિકલ પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. તેમણે લખ્યું, હું બહુ જલ્દી પોલિટિકલ પાર્ટીમાં જોડાવાનું વિચારી રહ્યો છું, કારણ કે દેશમાં સુરક્ષિત રહેવા માટે નેતા હોવું જરૂરી છે, અભિનેતા નહીં.
KRKના આ ટ્વીટ બાદ ઘણા લોકોની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. એક યુઝરે લખ્યું, સર, કોઈ પાર્ટીમાં ન જોડાઓ, પોતાની પાર્ટી બનાવો, અમે તમારી સાથે છીએ. તો બીજાએ લખ્યું, સાચું કહો, KRK શું-શું થયું, કોણે-કોણે શું કર્યું? ડરશો નહીં
તો બુધવારે તેમણે ટ્વીટ કર્યું અને લખ્યું કે મારી ધરપકડ પાછળ ઘણા લોકો કરણ જોહરનું નામ જણાવી રહ્યા છે. આ ખોટું છે, મારી ધરપકડ સાથે કરણ, શાહરૂખ, આમિર, અક્ષય અને અજય દેવગનને કોઈ લેવાદેવા નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, KRKના આ ટ્વિટ પછી લોકો અનુમાન લગાવવા લાગ્યા કે આ ધરપકડ પાછળ સલમાન ખાનનો હાથ છે.
KRKએ 2020માં દિવંગત અભિનેતા ઈરફાન ખાન અને ઋષિ કપૂર પર વાંધાજનક ટ્વીટ કર્યા હતા, જેના કારણે મુંબઈ પોલીસે તેમના ભારત પરત આવતાની સાથે જ એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. ત્યાર બાદ તેમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. તો KRK પર 2021 માં વર્સોવા પોલીસ સ્ટેશનમાં વિરુદ્ધ યૌન શોષણનો કેસ પણ નોંધવામાં આવ્યો હતો. 9 દિવસ સુધી કસ્ટડીમાં રાખ્યા બાદ કોર્ટે બંને કેસની સુનાવણી બાદ KRKને જામીન આપ્યા છે. જોકે તેમને કેટલીક શરતો સાથે જામીન આપવામાં આવ્યા છે.
KRKના વકીલે જણાવ્યું કે તેમને શરતી જામીન આપવામાં આવ્યા છે. આ સાથે આરોપીએ જ્યાં સુધી ચાર્જશીટ દાખલ ન થાય ત્યાં સુધી સંબંધિત પોલીસ સ્ટેશનમાં હાજર રહેવું પડશે. તેઓએ મહિનાના દર બીજા અને ચોથા સોમવારે સવારે 11 વાગ્યા સુધીમાં તેમની હાજરી નોંધાવવાની રહેશે. KRKને 14 દિવસની ન્યાયિક કસ્ટડી માટે થાણે જેલમાં રાખવામાં આવ્યો હતો.
Recent Comments