અમરેલી

કમોસમી માવઠા વચ્ચે મસાલાની સિઝનમાં મસાલા બજાર પણ ગરમ

મોંઘવારીનો માર હવે એક ભસ્માસૂરનું રૂપ ધારણ કરી રહ્યો છે. ગૃહિણીઓ પરેશાન, ખેડુત પરેશાન.. આમ આદમીનું જીવન કમોસમી વરસાદ અને મોંઘવારીથી ત્રસ્ત થઈ રહ્યું છે.

એક તરફ કમોસમી વરસાદ બીજી તરફ મસાલાની મોસમ.. લોકોને તો બંને તરફનો માર. આ વખતે મસાલાની બજાર પણ વીસ ટકાથી વધારે મોંઘાં ગૃહિણીઓના રસોડાના બજેટને સંપૂર્ણ અસ્તવ્યસ્ત કરતું આ ભાવવધારા અને કમોસમી માવઠાનું ચક્ર. વિકાસના આ મીઠાં ફળ હોય કે પછી? લોકોનું જનજીવન રોજબરોજ દોહ્યલું બનતું જાય છે. જીરૂં, મરચાં, હળદર, હિંગ તમામ રસોડાના મસાલાના ભાવ ભડકે બળી રહ્યાં છે. એમાં ઓછામાં પૂરૂં હોય તેમ આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોની પણ માઠી દશા જોવા મળે છે.

વૃધ્ધ અને સિનિયર સિટીઝનો તો હવે રાજાશાહીના યુગને યાદ કરી રહ્યાં છે. લોકોમાં હવે ધીમે મોંઘવારી સામે આક્રોશ વધતો જોવા મળે છે.

Follow Me:

Related Posts