fbpx
અમરેલી

કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ પાકના રક્ષણ માટે સાવચેતીના પગલા ભરવા બાગાયત ખાતાનો અનુરોધ

 હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આગામી સમયમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પવન સાથે છુટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી છે. આવા સમયે વાદળછાયું વાતાવરણ હોય અને વરસાદ થવાની સંભાવનાઓને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે સાવચેતીના પગલા ભરવા અમરેલી જિલ્લા નાયબ બાગાયત નિયામકશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.  ખેડૂતોએ ખેતરમાં તૈયાર થયેલા ફળ અને શાકભાજી સહિતના બાગાાયતી પાકો ઉતારી લેવા તેમજ તૈયાર ખેત પેદાશો સલામત સ્થળે ખસેડી લેવા અથવા પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવા અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવુ.

ખેડૂતોએ આ સમયગાળા દરમિયાન જંતુનાશક દવાઓનો ઉપયોગ ટાળવો જોઈએ. વાદળછાયું વાતાવરણ અથવા વરસાદ પછી  તાત્કાલિક ભૂકી છારા જેવા રોગ લાગવાની શક્યતાઓ રહેલી છે. જેના નિયંત્રણ માટે બગીચામાં અવલોકન કરતાં રહેવું અને જરુર જણાય તો કોર્બેન્ડેજીમ અને મેન્કોજેબ અથવા હેક્ઝાકોનાજોલ ૫ ટકા અથવા થાયોફિનાઈટ મિથાઈલ અથવા ટેબ્યું સલ્ફર ૧,૦૦૦ લીટર પાણીમાં ૧ કીલો પ્રતિ લીટર છંટકાવ કરવો તેમજ ચૂસિયા જીવાતો કે મગીયા ઇયળોનો ઉપદ્રવ જણાય તો પ્રોફેનો સાયપર ૪૦ વત્તા ૪ ઈ.સી. ૧ લીટર પ્રતિ ૧,૦૦૦ લીટર પાણી મુજબ છંટકાવ કરવાની ભલામણ  અમરેલી જિલ્લા નાયબ બાગાયત નિયામકશ્રીએ એક યાદીમાં કરતા જણાવ્યું છે.

Follow Me:

Related Posts