અમરેલી

કમોસમી વરસાદ ના કારણે થયેલ પાકને નુકશાન આજ દિન સર્વે ન થતા સામાન્ય સભમાં વિરોધ કરતા વિરોધ પક્ષના નેતા જશુભાઈ ખુમાણ

અમરેલી જિલ્લા ના સાવરકુંડલા તાલુકામાં સતત બે  દિવસથી વરસાદ પડી રહ્યો છે. જેમાં સાવરકુંડલા તાલુકાનાં  ગામોમાં ખેડૂતો ના ઊભા  પાકો , મગફળી, ઘઉં, તલ, જીરું, અને બાગાયતી પાક કેરી ને ઘણુજ નુકશાન થવા પામેલ છે. 

“ખેડૂતો ને અવાર નવાર આવા કુદરતી આફતોનો  સામનો કરવો પડી રહયો છે, ત્યારે માવઠા રૂપી  કુદરતી આફત આવી પડી છે જેમાં સાવરકુંડલા તાલુકાનાં ગામોમાં  હાલ સતત ત્રણ દિવસ થી કમોસમી વરસાદ પવન સાથે પડી રહ્યો છે. જેમાં ખેડૂતો દવારા તેમના ખેતરોમાં ઊભા પાકો જેવા કે મગફળી, ઘઉં, તલ, જીરું, અને બાગાયતી પાક કેરી ને ઘણુજ નુકાશાન થવા પામેલ છે. અને પાકો નિષ્ફળ ગયેલ છે, અને કેરીઓ ને ખુબજ નુકશાન થવા પામેલ છે .

જેથી અમો આ ખેડૂતો ને થયેલ નુકશાની નું વળતર આપવા અને સત્વરે સરકાર શ્રી દ્વારા થયેલ માવઠા થી ખેડૂતો ના નુકાશાની નું સત્વરે સર્વે કરવામાં આવતું નથી છેલ્લા ઘણા સમય થી કમોસમી વરસાદ પડે છે અને ઘણા સમયથી રાજકીય અને ખેડૂત આગેવાનો થયેલ નુકસાન સર્વે કરાવવા સરકાર ને રજુઆત કરે છે પણ આ મૂંગી અને બહેરી સરકાર ખેડૂતો સામે જોતી નથી અને આજ દિન સુધી કોઈ પણ અધિકારી ખેડૂતોના ખેતરમાં સર્વ કરવા ગયેલ નથી બાદમાં સર્વે કરવા આવે તો ખેડૂતોનો પાક ઘરે લઈ લીધો હોય જેથી આ સરકાર ખેડૂત વિરોધી હોય તેવું લાગી રહ્યું છે આમ આજ રોજ તાલુકા પંચાયત ની સામાન્ય સભામાં નુકશાની નું સર્વે કરાવીને વળતર આપવા વિરોધ દર્શાવતા વિરોધપક્ષ નેતા અને સદસ્ય શ્રી વિરડી તાલુકા પંચાયત શ્રી જસુભાઇ અમરૂભાઇ ખુમાણ.

Related Posts