કોરોના મહામારી દરમિયાન બાળકોની વેકિસનનું સંશોધન ચાલતું હતું. કયુબામાં અબ્દલા અને સોરાન નામના બે કોરોના વેકિસન લગાવવામાં આવી રહી છે જે ઘર આંગણે જ વિકસિત કરવામાં આવી છે. અગાઉ ૧૨ વર્ષના બાળકને કોરોના વેકિસન આપવાનો પ્રયોગ થઇ ચુકયો છે જાે કે કયુબાના કલિનિકલ ટ્રાયલને વિશ્વ આરોગ્ય સંસ્થાએ માન્યતા આપી નથી. દુનિયાના કેટલાક દેશોમાં ૧૨ કે તેનાથી વધુ ઉંમરના બાળકોને વેકિસન આપવામાં આવી રહયું છે પરંતુ તેનાથી નાની ઉંમરના માટે વેકિસન ઉપલબ્ધ ન હતી. હવે કયુબાએ તબક્કાવાર ૨ થી ૧૧ સુધીના બાળકોને કોરોના વેકિસન આપીને ઇતિહાસ સર્જયો છે.યુવાનો અને વયસ્કો માટે કોરોના વેકિસન અભિયાન સમગ્ર દુનિયામાં ચાલે છે. કોરોના સંક્રમણનો ભોગ બાળકો પણ બની રહયા હોવાથી ચિલ્ડ્રન વેકસિનના સંશોધન પ્રયોગો ઝડપી બન્યા છે. અમેરિકા, રશિયા અને ચીન વચ્ચે કલિનિકલ ટ્રાયલ માટેની હરિફાઇ ચાલે છે ત્યારે કયુબા બાળકો માટેની વેકિસનના કલિનિકલ ટ્રાયલ અંર્તગત કયુબા બે વર્ષના બાળકને વેકિસન આપનારો દુનિયાનો પ્રથમ દેશ બન્યો છે. કયુબા પોતાના આગવા શોધ અને સંશોધનો માટે જાણીતો છે. શીતયુધ્ધના ગાળામાં અને તે પછી અમેરિકાના આર્થિક પ્રતિબંધો સામે પણ કયુબા દેશ ટકી ગયો હતો.
કયુબાએ તબક્કાવાર ૨ થી ૧૧ સુધીના બાળકોને કોરોના વેકિસન આપીને ઇતિહાસ સર્જયો

Recent Comments