fbpx
ગુજરાત

કરંજ જીઆઇડીસીમાંથી ગેરકાયદે બાયો-ડિઝલનું મસમોટું કૌભાંડ ઝડપાયું

ગુજરાત સરકાર દ્વારા બાયોડીઝલ પર પ્રતિબંધ મૂકી દીધો છે. જેથી બાયોડીઝલના વેચાણ કર્તા અને બનાવનારા પર પોલીસ અને તંત્ર દ્વારા છાસવારે રેડ કરીને પ્રતિબંધિત બાયોડીઝલનો જથ્થો જપ્ત કરવામાં આવતો હોય છે. ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સુરતના માંડવી તાલુકાના કરંજ ય્ૈંડ્ઢઝ્રમાંથી ૧.૫ લાખ લિટર પ્રતિબંધિત બાયોડિઝલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. કથિત રીતે અલગ અળગ કેમિકલનું મિશ્રણ કરીને બાયોડીઝલ બનાવવામાં આવતું હોવાની બાતમીના આધારે મોડીરાત્રે ૩ વાગ્યા આસપાસથી રેડ કરવામાં આવી છે.

સ્ટેટ મોનિટરિંગ સેલને મળેલી બાતમીના આધારે રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ દરોડા કરવામાં આવ્યાં હતાં. કરંજ ય્ૈંડ્ઢઝ્રમાં પડેલી રેડમાં પાંચ જેટલા મોટા ટેન્કરમાંથી કેમિકલ ઝડપી લેવામાં આવ્યું હતું. મોડીરાત્રીથી શરૂ થયેલી કાર્યવાહીમાં અધિકારીઓ અને કર્મચારીઓ જાેડાયાં છે. હાલ આ ફેક્ટરીમાંથી બાયોડીઝલનું ઉત્પાદન અલગ અલગ કેમિકલનું મિશ્રણ કરીને કરવામાં આવતું હોવાનું સુત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે.

છેલ્લા બે વર્ષથી બાયોડીઝલના નામે રાજ્યમાં હાઈવે ઉપર અને ગ્રામ્ય વિસ્તારોમાં નકલી બાયોડીઝલના અનેક પેટ્રોલ પમ્પો ખુલી ગયાં હતાં. તો, અનેક લોકો ઘરેબેઠાં કેરબામાં નકલી બાયોડીઝલનું વેચાણ કરી તેનું નેટવર્ક ચલાવવા લાગ્યાં છે.નકલી બાયોડીઝલથી લોકોના વાહનો ૪-૫ પાંચ વર્ષમાં પતી જાય અને સરકારી હૂંડિયામણને તોસ્તાન નુકસાન પહોંચતું હોવાની બાબત ધ્યાને રાખી કડક કાર્યવાહીને આદેશ અપાયાં છે.

Follow Me:

Related Posts