ગુજરાત

કરજણમાં પૂર્વ પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો

કરજણના મોટીકોરલ ફળીયામાં રહેતા પ્રકાશભાઈ માછી સાથે બે વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કરી સરોજબેન બે છોકરા સાથે પ્રકાશભાઈ માછીના ઘરે રહેતા હતા. પ્રકાશ નાની નાની બાબતોને લઈને સરોજબેન સાથે ઝઘડો કરી માર મારતા સરોજબેને પ્રકાશભાઈ સાથેથી ૧ વર્ષ પહેલા છૂટાછેડા લઈને પાછા પિયરમાં રહેતા હતા. ૮ દિવસ પહેલાં સરોજબેન માછીના ફૂલહાર તરસાલી વડોદરા મૂળ રહે. કોઠીયા ગામના રાજેશભાઈ માછી સાથે થયા હતા. જેમાં લગ્ન પ્રસંગને લઈને સરોજબેન તેમના બે છોકરા અને પતિ રાજેશભાઈ સાથે મોટીકોરલ આવ્યા હતા.

મળસ્કે સરોજબેનનો પૂર્વ પતિ પ્રકાશભાઈ માછી વાળામાં ખુલ્લી જગ્યામાં સરોજબેનને દોરીવળે ગળેટૂંપો દઈને મારી નાખેલ. જ્યારે સરોજબેનનો ભાઈ નરેશ ઉર્ફે વિજયભાઈ માછી વાળામાં જતા પ્રકાશભાઈ નરેશને પણ સળીયો લઈને મારવા દોડેલ અને મારી નહીં તો કોઈની નહીં અને હું પણ ઝેરીદવા પી લઈશ કહીને પ્રકાશે પણ ઝેરી દવા પી લીધી હતી. ૧૦૮ આવતા સરોજબેનને મૃત જાહેર કર્યા હતા. પૂર્વ પતિ પ્રકાશભાઈ માછીને સારવાર માટે વડોદરા એસ.એસ જી.હોસ્પિટલ ખાતે ખસેડાયો છે.કરજણ તાલુકામાં મોટીકોરલ ગામની સરોજબેન માછીના લગ્ન ભરૂચ જિલ્લાના ઝનોર ગામે ૧૨ વર્ષ પહેલાં કમલેશભાઈ માછી સાથે થયા હતા. જેમાં એક છોકરો અને છોકરી થયા બાદ ૫ વર્ષ પહેલા કમલેશભાઈનું અવસાન થતાં સરોજબેન ૨ છોકરા લઈને પિયરમાં મોટીકોરલ રહેવા આવી ગયેલા.

Related Posts