કરજાળા ગામે શ્રી શેલકાંઠા હનુમાનજી મંદિર ખાતે હનુમાન મહોત્સવ ધામધૂમ પૂર્વ ઉજવાયો
સાક્ષાત ભગવાન શિવના રુદ્ર અવતાર એવા હનુમાનજી નું પ્રાગટ્ય મહોત્સવ એટલે કે હનુમાન જયંતિ નિમિત્તે સર્વત્ર દર વર્ષે આસ્થાભેર ઉજવણી, બટુક ભોજન વગેરે કાર્યક્રમો યોજાતા હોય છે ત્યારે સાવરકુંડલાના કરજાળા ગામે બિરાજતા શ્રી શેલકાંઠા વાળા હનુમાનજી મંદિરે હનુમાન જયંતીના દિવસે શ્રી હનુમાનજીનું પૂજન અર્ચન, હોમાત્મક યજ્ઞ નું ખુબ સુંદર આયોજન કરવામાં આવેલ હતું. આ દિવસે હનુમાનજીને ફૂલોનો શણગાર કરવામાં આવેલ તેમજ મંદિર ને પણ ખૂબ આકર્ષક રીતે શણગારવામાં આવ્યું હતું. જે આ પ્રસંગને વધુ ભવ્ય બનાવતું હતું. દૂર-દૂરથી દાદાના દર્શનાર્થે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં મંદિરમાં ઉમટી પડ્યા હતા અને ભગવાન હનુમાનજીના તેમજ યજ્ઞના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી. યજ્ઞ બાદ આવેલ શ્રદ્ધાળુઓ માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો તમામ ભાવિક-ભક્તોએ લાભ લીધો હતો. આ મહોત્સવ ગામના લોકો માટે ખૂબ જ ખાસ પ્રસંગ હતો અને તેમના ભક્તિભાવ અને ઉત્સાહનું પ્રતિબિંબ પાડતો હતો.
Recent Comments