સૌરાષ્ટ - કચ્છ

કરણીસેનાએ યુવરાજસિંહ પર લાગેલા કેસ પરત ખૅંચવા માંગ કરી

સરકારી ભરતીની તૈયારી કરતાં વિદ્યાર્થીઓમાં લોકપ્રિય વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. યુવરાજસિંહ વિરુદ્ધ પોલીસ પર હુમલો કરવા અને પોલીસ કામગીરી વિક્ષેપ કરવા બદલ ૩૦૭, ૧૧૪ અને ૩૩૨ જેવી કલમો લગાવવામાં આવી છે જેનો સમગ્ર ગુજરાતમાં વિરોધ જાેવા મળી રહ્યો છે. રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે કરણી સેના દ્વારા આવેદન પત્ર પાઠવી યુવરાજસિંહને ન્યાય આપો સુત્રોચાર કર્યા હતા. સરકાર સામે વિદ્યાર્થીઓના પ્રશ્ને અવાજ ઉઠાવતા યુવરાજસિંહ સામે ખોટી રીતે ફરિયાદો કરવામાં આવી રહી છે.

ભૂતકાળમાં અનેક પરીક્ષાઓમાં ગેરરીતિ થતી ના પર્દાફાશ યુવરાજસિંહએ કર્યા છે આજે પણ નજીકમાં પરીક્ષાઓ આવી રહી છે ૧૦ તારીખે પણ એલઆરડી ની પરીક્ષા આવી રહી છે જેને ધ્યનમાં રાખી સરકારે ખોટી રીતે ઈરાદા પૂર્વક કાવતરું ઘડી ખોટી ફરિયાદ કરી છે જે પરત ખેંચવા અમે સરકાર સામે માંગ કરી છી જાે ન્યાય મળશે નહીં તો ઉગ્ર આંદોલન કરતા અચકાશું નહિ.આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ મામલે આજે રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે કરણીસેના દ્વારા સુત્રોચાર કરી યુવરાજસિંહને ન્યાય આપો ના નારા લગાવવામાં આવ્યા હતા. આ સાથે તેમના પર થયેલા ખોટા કેસો પરત ખેંચવા માંગ કરી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. કરણીસેનાનો આક્ષેપ છે કે આગામી પરીક્ષાને ધ્યાનમાં રાખી સરકારે ખોટું કાવતરું રચી ખોટી રીતે ૩૦૭ દાખલ કરી યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી છે.

Related Posts