કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતના જામીન મંજૂર કરતી સેશન્સ કોર્ટ
સુરેન્દ્રનગર જીલ્લા સેશન્સ કોર્ટ દ્વારા કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવતની જામીન અરજી મંજૂર કરી દીધી છે. સુરેન્દ્રનગર પોલીસે રાજ શેખાવતની અટકાયત કર્યા બાદ જેલ હવાલે કર્યા હતાં. ચોટીલા તાલુકાના સુરજદેવળ મંદિરમાં યોજાયેલા કાઠી મહાસંમેલનમાં અમરેલીના ડીએસપી નિર્લિપ્ત રાય વિરુદ્ધ અપમાનજનક નિવેદન કર્યું હતું. ત્યાર બાદ તેમની સામે પગલાં લેવામાં આવ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, ચોટીલામાં એક સંમેલનમાં ભડકાઉ ભાષણ આપવા મામલે કરણીસેનાના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવતની ધરપકડ કરીને ચોટીલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેઓના જામીન નામંજૂર થતા સુરેન્દ્રનગરની જેલમાં તેમને મોકલી દેવાયા હતાં. જાે કે રાજ શેખાવતે જામીન પર મુક્ત થવા માટે વકીલ મારફતે સુરેન્દ્રનગરની સેસન્સ કોર્ટમાં અરજી કરી હતી. જે મામલે સુરેન્દ્રનગર જીલ્લા સેશન્સ કોર્ટ દ્વારા કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવતની જામીન અરજી મંજૂર કરી દીધી છે.
Recent Comments