fbpx
ગુજરાત

કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનો મોટો આક્ષેપ,ગૃહમંત્રીના રાજકીય કિન્નાખોરી રાખી મારી સિક્યોરિટી એજન્સીનું લાયસન્સ રદ્દ કરાયું

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાતના અધ્યક્ષ રાજ શેખાવતે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, મને આર્થિક રીતે તોડવાનો પ્રયાસ કરવામા આવી રહ્યો છે. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના ઈશારે ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. હું રાજકીય કિન્નાખોરીનો ભોગ બની રહ્યો છું. મારી સિક્યોરિટી એજન્સીઓનું લાઇસન્સ રદ કરવા કહ્યું છે. જાે આગામી દિવસોમાં લાયસન્સ રદ કરવામાં આવશે તો સચિવાલય તરફ કુચ કરી ધરણા પ્રદર્શન અને પ્રદીપસિંહ જાડેજાનો વિરોધ કરવામાં આવશે.

રાજ શેખાવતે આજે પત્રકાર પરિષદમાં સંબોધન કરીને જણાવ્યું હતું કે, મને રાજકીય કિન્નખોરીનો ભોગ બનાવવામાં આવે છે. પદ્માવત ફિલ્મ વખતે થયેલા વિરોધ પ્રદર્શન મામલે થયેલા કેસો પાછા ખેંચવા સરકાર પર દબાણ કર્યું. અમરેલીમાં હેમુભાને ન્યાય આપવામાં ચૂંટણી બહિષ્કારનું એલાન કર્યું હતું. અમરેલીના લુવારા ગામમાં રાજપૂત સમાજની દીકરીને ન્યાય અપાવવા અવાજ ઉઠાવ્યો, વડોદરામાં એનબીસી કંપની દ્વારા ગેરકાયદે યુવાનોને છુટા કર્યા તે પણ અવાજ ઉઠાવ્યો હતો. આ બાબતોને ધ્યાનમાં રાખી મને ટાર્ગેટ કરવામા આવે છે.

તેમણે વધુમાં કહ્યું કે, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના ઈશારે ક્રાઈમ બ્રાન્ચના અને અન્ય પોલીસકર્મીઓ હેરાન કરે છે. સિક્યુરિટી એજન્સી રેડ ફોક્સ પ્રોટેક્શન નામની મારી કંપનીને નોટિસ આપવામાં આવી છે. સિક્યુરિટીનું લાઈસન્સ ૧૫ દિવસમાં રદ કરવાની નોટિસ આપવામાં આવી છે. મારી હોટેલ શેખાવત પેલેસ પર ર્જીંય્ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. સરકાર મને અને સમાજને તોડવાનો પ્રાયસ કરવામાં આવી રહ્યો છે જે સ્વીકાર્ય નથી.

Follow Me:

Related Posts