કરણી સેના નો હુંકાર..
અમરેલીની ત્રણ વિધાનસભાની બેઠકો પર પોતાના ઉમેદવારોને ટિકિટ આપવાની માંગ કરી.
આગામી 22 તારીખે ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહાસંમેલન યોજાશે….
ગુજરાત રર મી તારીખે ક્ષત્રિય એકત્તા સ્વાભિમાન મહાસંમેલન યોજાશે . જેમાં કરણી સેનાના રાષ્ટ્રીય અઘ્યક્ષ સુખદેવસિંહ ગેમામેડી હાજરી આપવાના છે . અમરેલી જિલ્લાના ૧૧ તાલુકા અને ભરમાંથી કાઠી ક્ષત્રીય સમાજ ઉપસ્થિત રહે તે માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે . આજે અમરેલી ખાતે કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજ શેખાવત દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી સંબોધન કર્યુ હતુ આગામી દિવસોમાં અમરેલીની ત્રણ વિધાનસભા સીટ ઉપર કરણી સેનાના ઉમેદવારોને રાજકીય પાર્ટીના લોકો ટિકીટ આપે એવી માંગ સાથે શકિત પ્રદર્શન યોજી રહયા છે . અગાઉ થોડા દિવસ પહેલા રાજ શેખાવત દ્વારા કાઠી સમાજના વધુ વસ્તી ધરાવતા ગામડે ગામડે પહોંચી મુલાકાતો કરી હતી અને હવે ભવ્ય મોટા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે . રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના ઉપાઘ્યક્ષ રાજ શેખવતે પ્રેસ કોન્ફરન્સમાં વધારેમાં જણાવ્યું હતુ કે સમાજનેં સંગઠિત કરવો છે અને સમાજને આગળ લઈ જવો છે . અમરેલી ૩ વિધાનસભા સીટ ઉપર કાઠી ક્ષત્રિય સમાજનું સારૂ પ્રભુત્વ છે. તો ત્યાં અમારી ઉમેદવારી જોઈએ . રાજુલા , જાફરાબાદ , સાવરકુંડલા , ધારી બેઠક ઉપર અમને રાજકીય પાર્ટીઓ ટિકીટ આપે અને જો રાજકીય પાર્ટીઓ દ્વારા ટિકીટ નહીં આપવામાં આવે તો કરણી સેનાના અપક્ષ ઉમેદવારો ઉભા રહેશે .
Recent Comments