મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ સોમવારે માહિતી આપી છે કે કરણ જાેહરની પાર્ટીમાં આવેલા ઘણા
મહેમાન કોરોનાથી સંક્રમિત થયા છે. તે વધુમાં જણાવે છે કે આ વેરિઅન્ટ નવો છે. પાર્ટીના લોકોને ઓમિક્રોનના
નવા પ્રકાર મ્૫ અને મ્૬થી ચેપ લાગ્યો છે. મંત્રી ટોપેએ લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે. તમને જણાવી
દઈએ કે કરણ જાેહરે પોતાનો ૫૦મો જન્મદિવસ એક મોટી પાર્ટીનુ આયોજન કરીને સેલિબ્રેટ કર્યો હતો.
બોલિવૂડના દરેક મોટા સ્ટાર આ પાર્ટીનો ભાગ બન્યા હતા. આ પાર્ટીમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, કરીના કપૂર,
ઋતિક રોશન અને આમિર ખાન સાથે સારા અલી ખાન પણ શામેલ થયા હતા. શાહરૂખ ખાન અને કેટરિના કૈફને
કોવિડનો ચેપ લાગ્યો હોવાના અહેવાલો સામે આવ્યા ર્છ બીજા ઘણા સેલેબ્સ કોરોના સંક્રમિત થયા હોવાના
અહેવાલો આવ્યા છે પરંતુ હજુ સુધી આ બાબતે કોઈએ કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.કોરોના
વાયરસ ફરીથી વેગ પકડી ચૂક્યો છે. કરણ જાેહરની પાર્ટીમાં થોડા દિવસ પહેલા કોરોનાનો મોટો વિસ્ફોટ થયો છે.
મળતી માહિતી મુજબ કરણ જાેહરની પાર્ટીમાં સેલેબ્સને મળીને કુલ ૫૫ લોકો કોરોના સંક્રમિત થયા છે. ઘણા
લોકોના નામ હજુ સામે આવ્યા નથી.


















Recent Comments