ફિલ્મના દિલ્હી લોકેશન સાથે જાેડાયેલા સૂત્રે જણાવ્યું હતું કે, જયાજી સેટ પર બહુ હળવા મુડમાં જાેવા મળે છે. સેટ પર તેઓ મજાક કરતાં કહે છે કે, કરણ જાેહરને જાેની લીવરની તારીખો ન મળી હોવાથી તેમણે મને આ રોલ માટે સાઇન કરી લીધી છે. ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીનું દિગ્દર્શન કરણ જાેહર કરી રહ્યો છે. આ ફિલ્મમાં રણવીર સિંહ, આલિયા ભટ્ટ, જયા બચ્ચન, શબાના આઝમી અને ધર્મેન્દ્ર જેવા કલાકારો જાેવા મળવાના છે. આ ફિલ્મને ૧૦ ફેબુ્રઆરી ૨૦૨૩માં રિલીઝ કરવાની યોજના છે.જયા બચ્ચન કરણ જાેહરની આગામી ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સાથે જાેવા મળવાની છે. રોકી ઔર રાનીની કી પ્રેમ કહાનીની રસપ્રદ વાત એ છે કે, જયા બચ્ચન આ ફિલ્મમાં ગંભીર રોલમાં જાેવા મળવાના નથી. તેમણે આ ફિલ્મમાં રણવીરની દાદીની ભૂમિકા નિભાવી રહ્યો છે. પ્રોજેક્ટ સાથે જાેડાયેલા એક સૂત્રે જણાવ્યું હતું કે, જયાજી આ ફિલ્મમાં એક હલવાઇના રોલમાં જાેવા મળવાના છે. તેમને ખડખડાટ ખુલ્લા દિલે હસવાનું બહુ ગમે છે. અત્યાર સુધીમાં તેમની આ એક મજેદાર અન ેહળવી ભૂમિકા છે. કરણ જાેહરે આ રોલ માટે તેમને પસંદ કર્યા તે માટે પણ તેઓ બહુ ખુશ છે.
કરણ જાેહરની આગામી ફિલ્મમાં જયા બચ્ચન જાેવા મળશે

Recent Comments