કરણ જાેહરે વિક્કી કૌશલના પાત્રના પોસ્ટરને શેર કર્યું હતું. તેમણે લખ્યું હતું કે, ગોવિંદા વાઘમારેથી મળો. તેનુ ંદિલ ગોલ્ડનું છે અને ડાન્સ મૂવ બોલ્ડ છે. હાજર છે ગોવિંદા નામ મેરા, જ્યાં અસિમીત હાસ્ય અને કન્ફ્યૂઝનની ભરમાળ હશે.આ ફિલ્મને ૧૦ જુન ૨૦૨૨ના રિલીઝ કરવામાં આવશે. આ ઉપરાંત કરણ જાેહરે ભૂમિ પેડણેકર અને કિયારા અડવાણીનું પણ પ્રથમ લુક સોશ્યલ મીડિયાના એકાઉન્ટ પર શેર કર્યું છે. આ ફિલ્મનું દિગ્દર્શન શશાંક ખેતાનનું હશે. કરણ જાેહરના ધર્મા પ્રોડકશને એક નવી ફિલ્મની ઘોષણા કરી છે. આ ફિલ્મનું નામ ગોવિંદા નામ મેરા રાખવામાં આવ્યું છે. આ ફિલ્મમાં વિક્કી કૌશલ સાથે ભૂમિ પેડણેકર અને કિયારા અડવાણી મુખ્ય રોલમાં જાેવા મળવાના છે. આ ફિલ્મમાં વિક્કી કૌશલ ગોવિંદા વાઘમારેનો રોલ કરવાનો છે. જ્યારે ભૂમિ પેડણેકર ગોવિંદાની હોટ વાઇફના પાત્રમાં અને કિયારા અડવાણી ગોવિંદાની નોટી ગર્લફ્રેન્ડની ભૂમિકામાં જાેવા મળશે. આ ફિલ્મનું ફર્સ્ટ લુક બહાર પાડવામાં આવ્યું છે.
કરણ જાેહરની ફિલ્મમાં વિક્કી કૌશલની સાથે કિયારા અને ભૂમિ પેડણેકર જાેવા મળશે

Recent Comments