કરણ જાેહરની ફિલ્મ ‘કિલ’નું ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર થયું

ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની (્ર્િર્ર્હં હ્લૈઙ્મદ્બ હ્લીજંૈદૃટ્ઠઙ્મ) ૪૮મી એડિશન ૭ સપ્ટેમ્બરથી શરૂ થયું હતું અને ૧૭ સપ્ટેમ્બર સુધી ચાલશે. આ ફેસ્ટિવલ સિનેમા પ્રેમીઓ માટે ખૂબ જ ખાસ છે. આ વર્ષે ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં છ ભારતીય ફિલ્મોનું પ્રીમિયર થઈ રહ્યું છે. આ ફેસ્ટિવલમાં બોલિવુડ ફિલ્મ મેકર કરણ જાેહરની ફિલ્મ કિલનું પ્રીમિયર થયું હતું. આ ફિલ્મનું નિર્માણ ધર્મા પ્રોડક્શને ‘સિખિયા એન્ટરટેઈનમેન્ટ’ સાથે મળીને કર્યું છે. આ ખાસ અવસર પર ઓસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા ગુનીત મોંગા કપૂર, કરણ જાેહર અને નિર્દેશક નિખિલ નાગેશ ભટ્ટ હાજર રહ્યા હતા. નાગેશ નેટફ્લિક્સની ફિલ્મ ‘લોંગ લિવ બ્રિજ મોહન’ અને પ્રાઈમ વીડિયોની વેબ સિરીઝ ‘રસભરી’ માટે જાણીતો છે.
પ્રીમિયરમાં આ સ્ટાર્સ પોતાની સ્ટાઈલથી લોકોના દિલ જીતી રહ્યા હતા. ફિલ્મની વાર્તા વિષે જણાવીએ, ‘કિલ’ એક એક્શન એન્ટરટેઈનર ફિલ્મ છે, જેની સ્ટોરી નવી દિલ્હીની એક્સપ્રેસ ટ્રેન પર આધારિત છે, આ ફિલ્મ ભારતીય સેનાના કમાન્ડો અમૃત અને વીરેશની આસપાસ ફરે છે, જેઓ અમૃતની ગર્લફ્રેન્ડ તુલિકાને બચાવવાના મિશન પર છે, જે તેની મરજી વિરુદ્ધ અન્ય કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરી રહી છે. સ્ટોરીમાં ટિ્વસ્ટ ત્યારે આવે છે જ્યારે એક જ પરિવારના ૪૦થી વધુ ડાકુ લૂંટ અને અપહરણના ઈરાદે ટ્રેનમાં ચઢે છે. અમૃત અને વીરેશ તુલિકા અને તેના પરિવારને બચાવવાનો પ્રયાસ કરે છે. નિખિલ નાગેશ ભટ્ટના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મથી લક્ષ્ય લાલવાણીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી છે. આ ફિલ્મની એક્શન સિક્વન્સ કોરિયાના જાણીતા એક્શન સિક્વન્સ એક્સપર્ટ ઓહની દેખરેખ હેઠળ શૂટ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે લક્ષ્ય એક ટીવી એક્ટર છે. તેને ભારતના સૌથી મોંઘા ટીવી શો પોરસમાં અભિનય કર્યો, જેનું બજેટ લગભગ રૂ. ૫૦૦ કરોડ હતું.
Recent Comments