દક્ષિણપૂર્વ એશિયાના કેટલાક દેશોમાં અચાનક ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ ની નવી લહેર ફેલાઈ રહી છે, જેમાં હોંગકોંગ, સિંગાપોર, ચીન અને થાઇલેન્ડમાં ચેપમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને સિંગાપોરમાં ગયા વર્ષે કેસોમાં ૨૮ ટકાનો વધારો જાેવા મળ્યો છે, જેમાં ૧૪,૨૦૦ કેસ નોંધાયા છે. હોંગકોંગમાં છેલ્લા ૧૦ સપ્તાહમાં ૩૦ ગણો વધારો થઇ રહયો છે. હોંગકોંગ ઉપરાંત સિંગાપુરમાં પણ ૩૦ ટકા જેટલા કેસ વધ્યા છે. ચીન અને થાઇલેન્ડમાં પણ કોવિડનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહયું છે.
મીડિયા સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ હોંગકોંગમાં ૧૦ મે ૨૦૨૫ સુધીમાં કોરોનાના ૧૦૪૨ કેસ નોંધાયા હતા. માર્ચની શરુઆતમાં માત્ર ૩૩ કેસ હતા જેમાં સતત વધારો થઇ રહયો છે. સૌથી મોટી ચિંતા એ છે કે પોઝિટિવિટી રેટમાં ઉછાળો આવ્યો છે. માર્ચ મહિનામાં પોઝિટિવિટી રેટ માત્ર ૦.૩૧ ટકા હતો જે ૫ એપ્રિલ સુધીમાં વધીને ૫.૦૯ થઇ ગયો હતો. ૧૦ મે સુધીમાં આ દર ૧૩.૬૬ ટકા સુધી પહોંચી ગયો છે.
મહત્વનું છે કે, આ વેરિએન્ટ એલ એફ.૭ અને એનબી૧.૮ છે આ બંને જેએન .૧ વેરિએન્ટની આગળની પેઢી છે. ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે જેએન.૧ વેરિએન્ટનો જ વર્તમાનમાં કોવિડ વેકિસન તૈયાર કરવામાં ઉપયોગ શરુ થયો હતો. થાઇલેન્ડમાં વેકેશન પછી કોરોના સંક્રમણ કેસોમાં ઝડપથી વધારો થઇ રહયો છે. આ વર્ષે કુલ ૭૧૦૬૭ કેસ નોંધાયા છે જેમાંથી ૧૯ લોકોના મોત થયા છે.
હોંગકોંગ: આરોગ્ય અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે હોંગકોંગ ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ ની નવી લહેરનો અનુભવ કરી રહ્યું છે. માર્ચમાં પોઝિટિવ આવેલા શ્વસન નમૂનાઓની ટકાવારી ૧.૭% થી વધીને ૧૧.૪% થઈ ગઈ છે – જે ઓગસ્ટ ૨૦૨૪ ની ટોચ કરતાં પણ વધુ છે. હોંગકોંગમાં ૮૧ ગંભીર કેસ નોંધાયા છે, જેમાં ૩૦ મૃત્યુ થયા છે, જેમાંથી મોટાભાગના વૃદ્ધ વ્યક્તિઓ હતા જેમના પહેલાથી જ આરોગ્ય સમસ્યાઓ હતી.
સિંગાપોર: સિંગાપોરમાં મે મહિનાની શરૂઆતમાં ર્ઝ્રંફૈંડ્ઢ કેસોમાં ૨૮% નો વધારો જાેવા મળ્યો છે, જેમાં સાપ્તાહિક ચેપ ૧૪,૨૦૦ સુધી વધી ગયો છે અને દૈનિક હોસ્પિટલમાં દાખલ થવામાં લગભગ ૩૦% નો વધારો થયો છે. હાલમાં, ‘ન્હ્લ.૭‘ અને ‘દ્ગમ્.૧.૮‘ – બંને ‘ત્નદ્ગ.૧‘ પ્રકારના વંશજાે – સિંગાપોરમાં ફરતા ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯-કારણકર્તા વાયરસના મુખ્ય પ્રકારો છે. દૈનિક હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા ૧૦૨ થી વધીને ૧૩૩ થઈ ગઈ છે, પરંતુ દૈનિક ૈંઝ્રેં પ્રવેશ ૩ થી થોડો ઘટીને ૨ થઈ ગયો છે.
ચીન: ચીનમાં ર્ઝ્રંફૈંડ્ઢ કેસોની સંખ્યા ફરી વધી રહી છે, જે ગયા ઉનાળાના મોજા દરમિયાન જાેવા મળેલા ટોચના સ્તરની નજીક છે. ચાઇનીઝ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, તાજેતરના અઠવાડિયામાં ટેસ્ટિંગ પોઝિટિવિટી રેટ બમણાથી વધુ થયો છે.
થાઇલેન્ડ: થાઇલેન્ડમાં, એપ્રિલમાં સોંગક્રાન તહેવાર પછી કેસોમાં વધારો થયો છે. બે ક્લસ્ટર ફાટી નીકળ્યાની જાણ કરવામાં આવી છે, અને આરોગ્ય અધિકારીઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે.
જાેકે, જે લોકો વૃદ્ધ છે, રોગપ્રતિકારક શક્તિ નબળી છે, અથવા અંતર્ગત સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવે છે, તેમના માટે વધારાની સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે. જાે તમારા છેલ્લા રસીના ડોઝને એક વર્ષથી વધુ સમય થઈ ગયો હોય, તો બૂસ્ટર ડોઝ ફાયદાકારક હોઈ શકે છે. ઉપરાંત, ભીડવાળી ઇન્ડોર જગ્યાઓમાં માસ્ક પહેરવો અને જ્યારે તમને ખરાબ લાગે ત્યારે મુસાફરી કરવાનું ટાળવું એ જાેખમ ઘટાડવાનો એક સ્માર્ટ રસ્તો છે.
કોરોના રિટર્ન: હોંગકોંગ, સિંગાપુર બાદ હવે થાઇલેન્ડમાં નવા કેસો નોંધાયા

Recent Comments