fbpx
બોલિવૂડ

કરમ જાેહરના ધર્મા પ્રોડક્શન્સમાં ટાઈગર શ્રોફ અને વરુણ ધવન પ્રોજેક્ટ પર સાથે કામ કરશે

કરમ જાેહરના ધર્મા પ્રોડક્શન્સના ઓફિશિયલ એકાઉન્ટ પરથી મૂકાયેલી પોસ્ટે દરેકને વિચારતા કરી દીધા છે. જેમાં જણાવાયું છે કે, કરણ જાેહર નવા યુગની શરૂઆત કરશે અને નવા અવતારમાં ડાયરેક્શન કરશે. કરણ જાેહરની ફિલ્મી કરિયરને ૨૫ મેના રોજ ૨૫ વર્ષ પૂરાં થઈ રહ્યા છે. આ પ્રસંગે કરણ નવી શરૂઆત કરે તેવી શક્યતા છે. આ પ્રસંગને અનુરૂપ એક ડેવલપમેન્ટ બહાર આવ્યું છે, જે મુજબ કરણ જાેહર બિગ બજેટ એક્શન ફિલ્મ બનાવવા માગે છે, જેમાં ટાઈગર શ્રોફ અને વરુણ ધવનને લીડ રોલ આપવાનો પ્લાન છે. ૨૫મેના રોજ કરણ જાેહરનો જન્મદિન છે અને તેમની ફિલ્મી સફરને પણ ૫ વર્ષ થઈ રહ્યા છે. ૨૫ વર્ષથી કરણ જાેહર એક જ પ્રકારની ફિલ્મો બનાવી રહ્યા છે અને તેઓ હવે તેમાં ફેરફાર કરવા માગે છે. સોશિયલ મીડિયા પોસ્ટ મુજબ, કરણ જાેહર એક્સન ફિલ્મો કરવા માગે છે. કરણ જાેહરની નવી શરૂઆત સંદર્ભે સોર્સીસે જણાવ્યું હતું કે, ટાઈગર શ્રોફને બોલિવૂડના એક્શન સ્ટાર માનવામાં આવે છે. હીરોપંતિ, બાગી અને વોર જેવી ફિલ્મોમાં ટાઈગર શ્રોફે પોતાની ટેલેન્ટ બતાવેલી છે. ટાઈગરના સ્ટન્ટ અને એક્શન ઓડિયન્સને ખૂબ ગમે છે. વરુણ ધવનને પણ એક્શન ફિલ્મોનો અનુભવ છે. એક્શન અને કોમેડી બંનેમાં વરુણ ધવન ફિટ બેસે છે.તેથી કરણ જાેહર આ બંને સ્ટાર્સ સાથે એકશન ફિલ્મ કરવા માગે છે. કરણ જાેહરે ટાઈગર અને વરુણ સાથે એક્શન ફિલ્મ પ્લાન કરી છે, પરંતુ તેમાં લીડ એક્ટ્રેસની પસંદગી હજુ બાકી છે. હાલના સમયમાં એક્શન ફિલ્મો સારી ચાલે છે, તેથી કરણ પણ આ પરિવર્તનને અનુરૂપ ફિલ્મ બનાવશે. એક્ટ્રેસની પસંદગી માટે પણ કરણ જાેહર આવો જ કોઈ ર્નિણય કરે તેવી શક્યતા છે.

Follow Me:

Related Posts