ગુજરાત

કરસનભાઈ સોલંકીનો ૨૮,૦૪૪થી વધુની લીડથી વિજય, કાર્યકર્તાઓએ જીતનો જશ્ન મનાવ્યો

ગુજરાત વિધાનસભાનું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોટા બેઠકો પર ભાજપે ભવ્ય જીત મેળવી છે. ત્યારે મહેસાણા ખાતે સવારથી જ મતગણતરી ચાલી રહી હતી અને કરસનભાઈ સોલંકી શરૂઆતથી જ વિજય તરફ આગળ વધી રહ્યા હતા. ત્યારે કરસનભાઈ સોલંકીની કડી વિધાનસભા બેઠક ઉપર ભવ્ય જીત થતા કાર્યકર્તાઓમાં હાલ ખુશીનો માહોલ છવાઈ ગયો છે. ૨૪ વિધાનસભા કરીને બેઠક ઉપર રિપીટ કરાયેલા કરસનભાઈ સોલંકીની ભવ્ય જીત થઈ છે.

૨૦૧૭ વિધાનસભા ચૂંટણીમાં કરસનભાઈ સોલંકી ૭,૦૦૦ મતે જીત્યા હતા. ત્યારે ૨૦૨૨ની ચૂંટણીમાં તેઓ ૨૮,૦૪૪ મતે ભવ્ય વિજય બન્યા છે. કરસનભાઈ સોલંકીની ઐતિહાસિક જીત થતા ભાજપના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. તમામ કર્યકર્તાઓએ એક બીજાના મોઢા મીઠા કરાવીને જીતની ઉજવણી કરી રહ્યાં છે. ૨૪ વિધાનસભા કડીની અંદર અત્યાર સુધી સૌથી વધુ મતે જીતનાર કરસનભાઈ સોલંકી છે.

Related Posts