ગુજરાત

કરિયાણા બજારમા અમૂલની શાનદાર એન્ટ્રી, ઓર્ગેનિક ઘઉંનો લોટ માર્કેટમાં લોન્ચ કર્યો

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMF), અમૂલ બ્રાન્ડ હેઠળ ઉત્પાદનો ઓફર કરતી ડેરી કંપનીએ શનિવારે ઓર્ગેનિક ઘઉંના લોટની ઓફર કરીને ઓર્ગેનિક ફૂડ માર્કેટમાં પ્રવેશની જાહેરાત કરી હતી.

આ ઉત્પાદનો પણ ટૂંક સમયમાં આવશે

GCMMFએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ બિઝનેસ હેઠળ લોન્ચ કરાયેલ પ્રથમ પ્રોડક્ટ્સ ‘અમુલ ઓર્ગેનિક હોલ વ્હીટ આટા’ છે. કંપની ભવિષ્યમાં મગની દાળ, તુવેરની દાળ, ચણાની દાળ અને બાસમતી ચોખા જેવા ઉત્પાદનો પણ લોન્ચ કરશે.

ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોની આવકમાં વધારો થશે

કંપનીના મેનેજિંગ ડિરેક્ટર આર.એસ.સોઢીએ જણાવ્યું હતું કે, ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોને સાથે લાવવામાં આવશે અને આ વ્યવસાયમાં પણ દૂધ એકત્ર કરવાના સમાન મોડલને અપનાવવામાં આવશે. આનાથી ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોની આવકમાં વધારો થશે અને ઓર્ગેનિક ફૂડ ઈન્ડસ્ટ્રી વધુ લોકશાહી બનશે.

ખેડૂતોનું બજાર જોડાણ એ એક મોટો પડકાર છે

ખેડૂતોનું બજાર જોડાણ એ એક મોટો પડકાર છે, જ્યારે ઓર્ગેનિક પરીક્ષણ સુવિધાઓ પણ મોંઘી છે, તેથી અમૂલ ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોને બજાર સાથે જોડવા ઉપરાંત સમગ્ર દેશમાં પાંચ સ્થળોએ ઓર્ગેનિક પરીક્ષણ પ્રયોગશાળાઓ પણ સ્થાપશે, નિવેદનમાં જણાવાયું છે. અમદાવાદમાં અમૂલ ફેડ ડેરીમાં આવી પ્રથમ પ્રયોગશાળા શરૂ કરવામાં આવી રહી છે.

જૂનના પ્રથમ સપ્તાહથી લોટ મળશે

જૂનના પ્રથમ સપ્તાહથી ગુજરાતમાં અમૂલના તમામ પાર્લર અને રિટેલ આઉટલેટ્સ પર ઓર્ગેનિક લોટ ઉપલબ્ધ થશે. જૂનથી ગુજરાત, દિલ્હી-એનસીઆર, મુંબઈ અને પુણેમાં પણ ઓનલાઈન ઓર્ડર કરી શકાશે. એક કિલો લોટની કિંમત 60 રૂપિયા અને પાંચ કિલો લોટની કિંમત 290 રૂપિયા થશે.

Follow Me:

Related Posts