૨૭ વર્ષની પરિણીતા કવલ અજમેરી દ્વારા પોતાના પતિ મોઈન અજમેરી, સાસુ ખેરુ અજમેરી, દીયર અમન અજમેરી તેમજ નણંદ સાનિયા અજમેરી વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી ૪૯૮ (છ), ૧૧૪ અંતર્ગત ગુનો નોંધાવવામાં આવ્યો છે. લગ્ન જીવનના પાંચ વર્ષના સમયગાળા દરમિયાન પતિ સહિતના સાસરિયાઓ દ્વારા શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા હોવાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
તેમજ પતિના આડા સંબંધ અંગે સાસુ મને કહેતા સાસુમાએ કહ્યું હતું કે, તેને તો બીજી ૧૦ છે અને હજી વધુ કરશે. તો સાથે જ પ્રેગ્નન્સી સમયે પરણીતાને ઘરમાં એકલી પૂરીને સાસરિયાઓ ચાલ્યા જતા હતા. પોલીસને આપેલી ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું છે કે, ૨૦ જાન્યુઆરી ૨૦૧૮ ના રોજ તેમના લગ્ન વડોદરા ખાતે રહેતા મોઈન અજમેરી સાથે જ્ઞાતિના રીતે રિવાજ મુજબ થયા હતા. લગ્નજીવનથી સંતાનમાં હાલ અબીર નામનો દીકરો છે. લગ્ન બાદ ત્રણ માસ સાસરીયાઓ દ્વારા સારી રીતે રાખવામાં આવી હતી ત્યારબાદ ઘરકામ જેવી નાની નાની બાબતોમાં નણંદ અને દિયર પતિને ચડામણી કરતા હતા. તેમજ સાસુ અને પતિ પણ કહેતા હતા કે કરિયાવરમાં તો કોઈ મોટી વસ્તુ લાવી નથી. લગ્ન બાદ પણ મારા પતિ અન્ય સ્ત્રીઓ સાથે વાતચીત કરતા હતા. તેમજ પરણીતા ઘરમાં હોય ત્યારે પતિ અલગ રૂમમાં જઈ ફોનમાં વાતચીત કરતા હતા. એક દિવસ પિયરમાં ફોન કરવા માટે પતિ નો ફોન લેતા તેમના અફેરની મને જાણ થઈ હતી. જે બાબતે પતિને પૂછતા તેમણે મારી સાથે ઝઘડો પણ કર્યો હતો.
સમગ્ર મામલાની જાણ પરણીતા એ પોતાના સાસુને કરતા સાસુએ કહ્યું હતું કે તેને તો બીજી ૧૦ છે અને હજુ પણ વધારે કરશે. તારે રહેવું હોય તો રહે. આમ સાસુ પોતાના દીકરાને સમજાવવાની જગ્યાએ ઉલટા પરણીતાને આ પ્રમાણે કહેતા હતા. કેટલોક સમય મારા પતિ મારાથી અલગ રૂમમાં જઈ સુતા હતા અને તેમના અફેર પણ તેમણે ચાલુ રાખ્યા હતા. પ્રેગ્નન્સી દરમિયાન હું દવાખાને લઈ જવા માટે કહેતી ત્યારે મારા પતિ કહેતા કે મારી પાસે કોઈ ટાઈમ નથી. પરિણીતાના સાસરીયા પક્ષના લોકો પરણીતાના માતા પિતાને કહેતા હતા કે, અમારે તમારી દીકરી જાેઈતી નથી તમે લઈ જાઓ. પરિણીતા છેલ્લા દોઢ વર્ષથી રીસામણે હોવા છતાં પરણીતા તેમજ તેના દીકરાના કોઈપણ જાતના ખબર અંતર પૂછવામાં નથી આવ્યા. સાથે જ આજ દિવસ સુધી કોઈ પણ જાતનો સમાધાન કરીને તેડવા ન આવતા આખરે પરણીતા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાની ફરજ પડી છે.


















Recent Comments