કરીના કપૂરના ચહેરા જેવો ગ્લો મેળવવા ઘરે જ બનાવો મુલતાની માટીનો સાબુ, પછી જુઓ કમાલ

જેટલી વસ્તુ આપણે દેશી વાપરીએ તેટલી જ વધારે ફાયદાકારક હોય છે. પણ આ બદલાતી જતી લાઈફ સ્ટાઈલના કારણે લોકો વિદેશી ખાણુ અને વિદેશી પ્રોડક્ટનો ઉપયોગ કરતા થઈ ગયા છે. જેના કારણે લોકોને સ્કીન રિલેટેડ સમસ્યાઓ પણ આવી રહી છે.
ત્યારે આજે અમે આપને જણાવીશું કે કરીના કપૂરના ચહેરા જેવો ગ્લો લાવવા માટે ઘર પર જ કેવી રીતે મુલતાની માટીનો સાબુ બનાવવો. એમ પણ મુલતાની ચહેરાને વધુ ઠંડક આપે છે. આ સાથે જ તેના ફાયદા પણ અનેક છે.
ચહેરા પર કેમિકલવાળી પ્રોડક્ટ લગાવવાના બદલે આપણે પ્રાકૃતિ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. જેથી ચહેરાની રોનક ચાર ચાંદ લાગી શકે.. આવો જાણીએ ઘર પર જ કેવી રીતે મુલતાની માટીનો સાબુ બનાવી શકાય..
મુલતાની માટીનો સાબુ બનાવવા માટે જોઈશે..
– મુલતાની માટી
– ગ્લીસરીન
– ગુલાબ જળ
– વિટામીન ઈનું કેપ્સુલ
– ચંદન પાવડર
ગ્લીસરીન ડાઘ, ધબ્બા અને કાળાપણાને દૂર કરે છે અને ચામડીને સોફ્ટ રાખે છે. ગુલાબ જળ એક કુદરતી સુગંધ ધરાવે છે, જે ચમત્કારિક ઔષધિ છે. ચંદન પણ સારી સુગંધ ધરાવે છે અને ઔષધીય ગુણ ધરાવે છે. વિટામીન ઈ આપણી ચામડીને વિટામીન આપે છે. ચંદન પાઉડર આપણા ચહેરાને ઠંડક આપે છે..
બનાવવાની રીત
4 ચમચી મુલતાની માટી લો, તેમાં એક ચમચી ચંદન પાઉડર નાખો. હવે તેમાં બે ચમચી ગ્લીસરીન નાખો. હવે તેમાં વિટામીન -ઈની કેપ્સુલ નાખો. જો તમારી પાસે વિટામીન ઈનું કેપ્સુલ ન હોય તો તેમાં બદામનું તેલ પણ નાખી શકો છો. જેમાં એક ચમચી જેટલું બદામનું તેલ નાખી દેવું. આ તેલ પણ અનોખો ફાયદો કરે છે.
હવે આ બધી જ વસ્તુ નાખીને બરાબર મિક્સ કરવું. જે મિક્સ થઇ જાય પછી તેમાં પાણી નાખીને તેને સરખી રીતે પેસ્ટ બનાવી લેવી પાણીની જગ્યાએ ગુલાબ જળ નાખશો તો સુગંધ પણ આપશે અને ફાયદો પણ બમણો કરશે. જો પાણીનું પ્રમાણ વધારે હશે તો તેને સુકાવામાં થોડો વધારે સમય લાગી શકશે. માટે આ પેસ્ટ થોડો ટાઈટ રાખવો. તમે આ પેસ્ટમાં લીંબુ અને હળદર પણ એડ કરી શકો છો.
આ પેસ્ટ બની ગયા બાદ નાની વાટકી લેવી અને તેમાં થોડું તેલ લગાવી લેવું. આ મુલતાની માટીની નાની નાની થેપલીઓ કરીને તેને આ વાટકીમાં રાખીને વાટકીને કોઈ કાગળથી ઢાંકીને ફ્રીજમાં રાખી શકો છો. જેને ફ્રીજમાં એક કલાક સુધી રાખવાથી બરાબર જામી જશે. તો તૈયાર છે મુલતાની માટીનો સાબુ…
Recent Comments