હવે ફરી કરીના સ્ક્રીન પર પરત ફરવા જઈ રહી છે. જાે અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો કરીના કપૂર ખાન પ્રખ્યાત નિર્દેશક સુજાેય ઘોષની આગામી ફિલ્મ પ્રોજેક્ટનો ભાગ બની શકે છે. આ એક ક્રાઈમ મિસ્ટ્રી ફિલ્મ હશે. આ ફિલ્મ દ્વારા કરીના લાંબા સમય બાદ મોટા પડદા પર પરત ફરશે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મને લઈને વર્ષોથી પ્લાનિંગ ચાલી રહ્યું હતું પરંતુ હવે સુજાેય તેને બનાવવા માટે તૈયાર છે. આમાં તેણે લીડ રોલ માટે કરીનાને પસંદ કરી છે.
સુજાેય ઘોષ પહેલાથી જ ‘ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ’ નોવેલ પર ફિલ્મ બનાવવાની યોજના બનાવી ચૂક્યા છે. મિડ ડેના રિપોર્ટ અનુસાર, એવું કહેવામાં આવ્યું છે કે, આ ફિલ્મ પહેલાથી જ પ્લાન કરવામાં આવી રહી છે, પહેલા કરીનાના પતિ સૈફ અલી ખાન માટે કામ કરવાની વાત હતી, પરંતુ હવે સુજાેય કરીના સાથે ફિલ્મ બનાવવા માટે તૈયાર છે. આ ફિલ્મની વાર્તા એક સિંગલ મહિલાની છે જે એક માતા પણ છે. તેના પર તેના પતિની હત્યાનો આરોપ છે. આ એક ખૂબ જ ડાર્ક ફિલ્મ બનવા જઈ રહી છે આ ફિલ્મમાં કરીનાનો લુક પણ ઘણો અલગ અને ખાસ હશે. જેના માટે કરીનાએ પણ તૈયારી શરૂ કરી દીધી છે. કરીના કપૂર ખાન આ મોટા પડદા પર જાેવા મળવાની હતી. આમિર ખાનની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ વેલેન્ટાઈન પર રિલીઝ થવાની હતી પરંતુ તે મોકૂફ રાખવામાં આવી હતી.
હવે આ ફિલ્મ ૧૪ એપ્રિલ ૨૦૨૨ના રોજ રીલિઝ થશે. કરીનાએ આ ફિલ્મનું શૂટિંગ ઘણા સમય પહેલા પૂરું કર્યું હતું. છેલ્લા કેટલાક સમયથી કરીના બહુ ઓછી ફિલ્મો કરી રહી છે પરંતુ તેણે ઇન્ડસ્ટ્રીને સંપૂર્ણપણે છોડી નથી. લગ્ન બાદ તે ઘણી ફિલ્મોમાં જાેવા મળી હતી. આ સિવાય તે કરણ જાેહરની ફિલ્મ ‘તખ્ત’નો પણ ભાગ છે.
Recent Comments