અમદાવાદ કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટ અને રાજયશ ફાઉન્ડેશન ના સંયુક્ત ઉપક્રમે “જીવો અને જીવવા દો” જેવા સુંદર સંદેશ સાથે પશુ-પક્ષીઓ માટે ઉનાળામાં ખુબજ ઉપયોગી એવા “પાણી ના કુંડા” તથા ORS અને સાથે “પક્ષીઓ માટે માળા” નું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. જેમની પાસે રૂપિયા છે, એ પણ એક વખત જીવદયાના કાર્યમાં મદદરૂપ થવા માટે વિચારે છે, ત્યાં એક ગરીબ વ્યક્તિ જેની પાસે કાંઈજ નથી એને એક પણ સેકંડ નો વિચાર કર્યા વગર રૂ. ૧૫૦ દાન પેટીમાં મુક્યા. એમની અબોલ જીવો માટે ની સંવેદનાને સલામ છે. સેવાની ભાવના માટે રૂપિયાની નહીં પ્રેમ, લાગણી અને સંવેદનાની જરૂર હોય છે.
કરુણા ટ્રસ્ટ અને રાજયશ ના સયુંકત ઉપક્રમે પક્ષીમાળા કુંડા વિતરણ. ગરીબ ની અબોલ જીવો પ્રત્યે અપાર સંવેદના ને સલામ

Recent Comments