fbpx
સૌરાષ્ટ - કચ્છ

કરુણા સેલ્ફી કોન્ટેસ્ટનાં વિજેતા સીનીયર સીટીઝન પદ્મિનીબેન પારેખ

રાજકોટ  ઉનાળાનાં ધોમધખતાં તાપમાં તેમજ બાર મહિના દરમિયાન અબોલ પશુ-પક્ષીઓ પાણી શોધતાં હોય છે, તરસમાં તરફડતા હોય છે. ગૌમાતા, પશુ-પક્ષીઓની તરસ છીપાવવા માટે શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઇન, રાજકોટ ઘરે ઘરે પાણીના કુંડા, માળા, ગૌમાતાની પાણીની કુંડી સૌ મૂકે તેવા આશયથી વર્ષોથી જીવદયા અભિયાન ચાલે છે. આ અર્થે ખાસ કરીને યુવાનો,બાળકો પણ આ અભિયાનમાં સક્રીયતાથી જોડાય તે હેતુથી ”કરુણા સેલ્ફી કોન્ટેસ્ટ” નામે એક વૈશ્વિક કોન્ટેસ્ટનું આયોજન સંસ્થાએ કર્યું હતું. કરુણા ફાઉંડેશન ટ્રસ્ટ દ્વારા ”કરુણા સેલ્ફી કોન્ટેસ્ટ” યોજવામાં આવ્યો હતો. જેમાં ધોમધખતા તાપથી પશુ -પક્ષીને બચાવવા ઘરે ઘરે પાણીની કુંડી, ચકલીનાં માળા, પંખીઓ  તેમજ ગાયમાતાને પાણી પીવા માટેના કુંડા/કુંડી (વાસણ) રાખી તેની સાથે સેલ્ફી લઈ સોશિયલ મીડિયામાં વાયરલ કરનારને વિજેતા જાહેર કરવામાં આવનાર હતા.

આ સ્પર્ધામાં ખૂબ જ ઉત્સાહથી સહભાગી થનાર વય શ્રેષ્ઠી સુશ્રી પદ્મિનીબેન પારેખને કોન્ટેસ્ટનાં વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઈન – રાજકોટ પરિવાર દ્વારા વય શ્રેષ્ઠી સુશ્રી પદ્મિનીબેનનાં જીવદયા પ્રેમ બદલ તેમને શુભકામનાઓ આપી હતી અને સુશ્રી પદ્મિનીબેનનું ચકલીનાં માળા, બર્ડ ફીડર જેવી વિવિધ જીવદયામાં ઉપયોગી થાય તે પ્રકારની વસ્તુઓ દ્વારા ઋણસ્વીકાર, અભિવાદન કરાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે બાલ્યા અવસ્થાથી જ જૈન ધર્મનાં સંસ્કાર લઈને જીવ દયામાં તન – મન – ધનથી સક્રિય એવા વય શ્રેષ્ઠી સુશ્રી પદ્મિનીબેન પારેખ પક્ષીઓને પાણી, ચણ, ગાયની કુંડી મુકવી તેમજ અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંળાયેલા છે. ‘સેવા કાર્ય એ જ જીવન.’ એવી ભાવના સાથે નિત્ય ક્રમ પ્રમાણે સેવાકાર્ય એ એના જીવનનું એક અંગ બની ગયું છે

Follow Me:

Related Posts