કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટ અને પ્રણામ ગ્રુપ ના સહકાર થી જેલ માં બંધીવાનો ને પુણ્યકાર્ય કરવા પાણી ના કુંડા, ચકલી ના માળા અને પશુ માટે ચાટ ભેટ સ્વરૂપે અર્પણ
અમદાવાદ મધ્યસ્થ જેલ (સેન્ટ્રલ જેલ, સાબરમતી) માં અને સેન્ટ્રલ જેલ પોલીસ લાઇનમાં કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટ અને પ્રણામ ગ્રુપ અમદાવાદ ટ્રસ્ટ ના સહકારથી પાણી ના કુંડા, ચકલી ના માળા અને પશુ માટે ચાટ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવેલ છે.કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક ઝંખના શાહ જણાવ્યું છે કે જેલનું નામ પડતા જ અચ્છે અચ્છાઓના હાજા ગગડી જાય, પરંતુ જેલ એ કોઇ માત્ર અને માત્ર કારાવાસ કે સજા ભોગવવાનું સ્થાન નથી પણ એક એવું કેન્દ્ર છે, જ્યાં વ્યક્તિ પોતે ભૂતકાળમાં કરેલી ભૂલને સુધારીને નવા જીવન તરફ આગળ વધવાનું ભાથુ ભેગુ કરે છે. જેલ પ્રસાશન દ્વારા જેલમાં રહેતા કેદીઓના ઉત્કર્ષ માટેના કાર્યો થકી સમાજમાં તેના પૂન:સ્થાપન કરવાનું કાર્ય કરવામાં આવે છે. પ્રણામ ગ્રુપ અમદાવાદ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ધીરેનભાઈ મહેતા જણાવે છે કે બંદીવાન ( કેદી ભાઇ-બહેનો ) અબોલ જીવોની સેવાનો લાભ મળે અને પુણ્ય ના ભાગીદાર બને એ હેતુ થી આ એક નાનો પ્રયાસ કર્યો છે. જેલ અધિકારીશ્રીઓ જીવદયા ના કાર્ય માટે ખૂબજ ઉત્સાહિત હતા અને જેલ પ્રશાસન તરફ થી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે તે બદલ સંસ્થાએ અધિકારીશ્રીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. જેલ અધિકારીશ્રીએ જણાવ્યું કે જેલ પરિસર ખૂબ વિશાળ હોવાથી અહીં અબોલ જીવો વસવાટ કરે છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં અબોલ જીવોને પાણી આપીને બચાવી શકાય એનાથી ઉત્તમ કોઇ પુણ્ય નથી. સંસ્થાને આવી સરસ ઉમદા જીવદયા પ્રવૃતિઓ કરવા માટે પ્રોત્સાહન આપ્યું.
Recent Comments