fbpx
ગુજરાત

કર્ણભુમિ સુરત ના આંગણે ગંગાધામ ના લાભાર્થે જલારામ બાપા જીવન દર્શન શિબિર યોજાઈ

સુરત કર્ણભુમિ સરથાણા ખાતે કોમ્યુનિટી હોલમાં  પ્રથમ વખત  યુનિવર્સલ ફાઉન્ડેશન દ્વારા  નિર્માણાધીન “ગંગાધામ”ના લાભાર્થે કરવામા આવેલુ ૨ જૂન ના દીને ઢોલ નગારા બગીઓ અને અસંખ્ય વાહના સાથે વિશાળ માનવ મેદની સાથે પોથી યાત્રા કરવામાં આવી.જલારામ જીવન દર્શન સત્સંગ શિબીરનુ સંધ્યા ભોજન મહાપ્રસાદ સાથે નુ આયોજન થયુ આ સત્સંગ શિબીરમાં  એબીસી પરિવાર સહયોગી રહ્યુ, વિશેષ રુપે સત્સંગમા દાન પેટી કે ઝોળી  રાખ્યા વગર કોઇપણ ભક્તો પાસે રોકડ સ્વીકાર્યા વિના વિરપુર મંદિરના સિધ્ધાંતે ચાલી યુનિવર્સલ ફાઉન્ડેશન દ્વારા આયોજન કરવામા આવ્યુ હતુ.જેમા રાજકોટ, વલસાડ, મગદલ્લા, બરોડા, અમદાવાદ, સહીત સમગ્ર ગુજરાત તથા દેશમાંથી  મોટી સંખ્યામા  સંતો મહંતોમાં ફતેહપુર ભોજલધામ ગાદિથી ભક્તિરામબાપા, જગદિશબાપુ સાવલીયા, મુકેશભાઇ ફતેહપુર, ગોવિંદભાઇ જલારામ સ્ટીલ, સવજીભાઇ વેકરીયા, રમેશભાઇ સાવલીયા જલારામબાપાના ભાવીક ભક્તો મુંબઇ થી નાનજીભાઇ ઠક્કર,ભુપેન્દ્રભાઇ જોષી હેમાબેન દાવડા સહીત વિશ્વ લોહાણા  પરિષદનાં અધ્યક્ષ સતિષભાઇ વિઠલાણી તથા વિરપુરધામથી અસંખ્ય ભક્તગણ  હાજર રહ્યા તથા આ  સત્સંગ શિબીરમા રઘુવંશી પરિવાર સુરત જોન થી શૈલેશભાઇ સોનપાલ, જીગ્નેશભાઇ સોઢા, ઋષીભાઇ નથવાણી,  બ્રીજેશભાઇ ઠક્કર તથા ધનવાનભાઇ કોટક, મહેશભાઇ જલારામ ખમણ,બારડોલી, બકુલભાઇ ખોડીયાર કાઠીયાવાડી ઢાબા,  તથા માણેક પરિવાર, કોટેચા પરિવાર, તમાકુવાલા પરિવાર, રાજદેવ પરિવાર, વેકરીયા પરિવાર, સાવલીયા પરિવાર તથા લસકાણા અને લાભેશ્વર થી જલારામ મહીલા અને ભક્ત મંડળ રંગેચંગે હાજર રહ્યા.જલારામ જીવન દર્શનમાં આ સત્સંગ શિબીરમાં સાક્ષાત જલાકારના રુપે  દ્રીતિય દિવસે યુનિવર્સલ ફાઉન્ડેશન ના પ્રકાશકુમાર વેકરીયા દ્વારા થયેલા સતત શંખનાદથી ફતેહપુર ગાદીથી ઉપસ્થિત પુજ્યશ્રી ભક્તિરામ બાપાને ભેટમાં આપેલી જલારામ બાપાની છબીના કાચ ફુટતા સત્સંગ શિબીરમા પરચાના રુપે બાપાનો સાક્ષાતકાર અને જલારામબાપા દ્વારા હ્ર્દયભાવથી થયેલા ભજન સત્સંગની સ્વિકૃતિ થઇ તેવુ સ્વીકારી સત્સંગ શિબીરમા અનેરો આનંદ તથા વિશેષ ભક્તિ ભાવની હકારાત્મક ઉર્ઝા પુરાયાના દર્શ્યો અસંખ્ય ભક્તો બ્રાહ્મણો તથા સંતો સહીત સૌની હાજરીમા બન્યા હતા  જલારામ સત્સંગ શિબીરની નોંધ સમગ્ર ગુજરાત તથા દેશ વિદેશોમા વિશેષ રુપે લેવામાં આવી અને જલારામ જીવન દર્શન વિશ્વમાં ભર માં ભાવિકો એ મીડિયા માધ્યમ થી નિહાળ્યા ધન્યતા અનુભવી હતી

Follow Me:

Related Posts