કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકોઅપ્રમાણસર સંપત્તિ કેસમાં સીબીઆઈના કેસને રદ કરવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર
કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસના સિનિયર નેતા ડીકે શિવકુમારને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે અપ્રમાણસર સંપત્તિ કેસમાં સીબીઆઈના કેસને રદ કરવાનો ઈન્કાર કરી દીધો છે. જણાવી દઈએ કે ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે સીબીઆઈ દ્વારા નોંધાયેલ અપ્રમાણસર સંપત્તિના કેસને રદ કરવાની માંગ કરી હતી. જસ્ટિસ બેલા ત્રિવેદી અને સતીશ ચંદ્ર શર્માની ખંડપીઠે અરજી ફગાવી દીધી હતી.
જસ્ટિસ બેલા એમ ત્રિવેદી અને એસસી શર્માની બેંચે કહ્યું કે તે કર્ણાટક હાઈકોર્ટના આદેશમાં દખલ કરવા માંગતી નથી. “માફ કરશો. આ બરતરફ છે,” બેન્ચે કહ્યું. સુપ્રીમ કોર્ટ શિવકુમારની અરજી પર સુનાવણી કરી રહી હતી જેમાં તેણે ૧૯ ઓક્ટોબર, ૨૦૨૩ના હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો. આ આદેશમાં હાઈકોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી. હાઈકોર્ટે સીબીઆઈને તેની તપાસ પૂર્ણ કરીને ત્રણ મહિનામાં રિપોર્ટ દાખલ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.
અપ્રમાણસર સંપત્તિ કેસમાં સીબીઆઈએ આરોપ લગાવ્યો છે કે ડીકે શિવકુમારે ૨૦૧૩ અને ૨૦૧૮ વચ્ચે તેમની જાણીતી આવકના સ્ત્રોત કરતાં અપ્રમાણસર સંપત્તિ એકઠી કરી હતી. તત્કાલીન કોંગ્રેસ સરકારમાં તેઓ મંત્રી હતા. સીબીઆઈએ ૩ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ એફઆઈઆર દાખલ કરી હતી. શિવકુમારે ૨૦૨૧માં હ્લૈંઇને હાઈકોર્ટમાં પડકારી હતી.
આ સમગ્ર ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપતા ડીકે શિવકુમારે કહ્યું, “બધા કૌભાંડો ભાજપ દ્વારા કરવામાં આવ્યા છે. ભાજપનો કાર્યકાળ કૌભાંડોનો પિતા છે, તેથી લોકોએ તેમને બહારનો રસ્તો બતાવ્યો છે. હવે અમે બધું સાફ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તેઓ પચાવી શકતા નથી. કારણ કે તેમના નામ જાહેર કરવામાં આવશે.”
Recent Comments