fbpx
રાષ્ટ્રીય

કર્ણાટકના મંત્રીએ વિવાદને વધુ વેગ આપ્યો અને કહ્યું કે,”પેલેસ્ટાઈનનો ધ્વજ પકડવામાં કંઈ ખોટું નથી”

કર્ણાટકમાં મિલાદ-ઉલ-નબીના જુલૂસના અવસર પર પેલેસ્ટિનિયન ધ્વજ લહેરાવવામાં આવ્યા હતા, જેના કારણે રાજકારણ તેજ છે. દરમિયાન રાજ્યમંત્રી બી. જેડ. ઝમીર અહેમદ ખાને ધ્વજ લહેરાવવાનો બચાવ કર્યો છે. આ સાથે જ તેમણે ભાજપ પર પ્રહારો કર્યા હતા. મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પેલેસ્ટિનિયન ધ્વજ લહેરાવવો એ કોઈ મુદ્દો નથી. કેન્દ્ર સરકાર પેલેસ્ટાઈનને ખુલ્લેઆમ સમર્થન આપે છે.

ઝમીર અહેમદ ખાને ચિત્રદુર્ગ, દાવાનગેરે અને કોલાર જેવા સ્થળોએ સરઘસો દરમિયાન પેલેસ્ટિનિયન ધ્વજ લહેરાવવા સામે વાંધો ઉઠાવવા બદલ ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે અન્ય દેશોની તરફેણમાં નારા લગાવવાને અસ્વીકાર્ય ગણી શકાય, પરંતુ માત્ર ધ્વજ પકડવો એ ખોટી વાત નથી. કેન્દ્ર સરકારે ખુદ પેલેસ્ટાઈનને સમર્થન આપ્યું છે, કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે અમે પેલેસ્ટાઈનને સમર્થન આપી રહ્યા છીએ. તેમણે કહ્યું કે કોઈએ પેલેસ્ટાઈનનો ધ્વજ પકડી રાખ્યો છે, તેથી જ ભાજપ તેને મોટો મુદ્દો બનાવી રહી છે. જાે કોઈ બીજા દેશના ગુણગાન ગાય તો તે ખોટું છે, તે દેશદ્રોહી છે અને તેને ફાંસીની સજા થવી જાેઈએ, પરંતુ મારા મતે (પેલેસ્ટિનિયન) ધ્વજ પકડવામાં કંઈ ખોટું નથી.

આ ઉપરાંત મંત્રી ઝમીર અહેમદ ખાને પણ પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (ઁહ્લૈં) ને માંડ્યા જિલ્લાના નાગમંગલામાં તાજેતરની હિંસા સાથે જાેડવાના ભાજપના દાવા પર વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે આ ઘટનાના સંબંધમાં મૂળ કેરળના બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેઓ ૫૦ વર્ષથી વધુ સમયથી આ વિસ્તારમાં રહે છે અને હવે તેમને સ્થાનિક ગણવા જાેઈએ. હકીકતમાં, આ બાબતને લઈને ગયા અઠવાડિયે ચિકમગાલુરુમાં છ સગીરોની અટકાયત કરવામાં આવી હતી. આ સગીરોને ટુ-વ્હીલર પર સવારી કરતી વખતે પેલેસ્ટિનિયન ધ્વજ પકડીને દર્શાવવામાં આવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

શિમોગા જિલ્લાના તીર્થહલ્લી તાલુકામાં બીજાે વિવાદ ત્યારે થયો જ્યારે એક બજાર વિસ્તારમાં ‘અમે પેલેસ્ટાઈન સાથે ઊભા છીએ’ સંદેશ સાથે પેલેસ્ટાઈન તરફી ફ્લેક્સ લગાવવામાં આવ્યો. કર્ણાટકના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અરાગા જ્ઞાનેન્દ્રએ આ ફ્લેક્સની નિંદા કરી અને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી. શિમોગાના પોલીસ અધિક્ષકને લખેલા પત્રમાં, જ્ઞાનેન્દ્રએ પેલેસ્ટાઈન તરફી ફ્લેક્સની તપાસની માંગણી કરી, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (દ્ગૈંછ) દ્વારા તપાસનું સૂચન પણ કર્યું. તેમણે અધિકારીઓ દ્વારા કાર્યવાહીમાં વિલંબ સામે મોટા વિરોધની ચેતવણી આપી હતી. જ્ઞાનેન્દ્રએ કહ્યું, ‘આવા સંવેદનશીલ વિસ્તારમાં રાજકીય રીતે પ્રેરિત ફ્લેક્સ લગાવવાનું કાર્ય અસ્વીકાર્ય છે.

Follow Me:

Related Posts