કર્ણાટકના મેંગલુરુમાં ૧૩૭ જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગના કારણે રાતોરાત હોસ્પિટલમાં દાખલ કરાયા
કર્ણાટકના મેંગલુરુમાં સોમવારે રાતે ફૂડ પોઝનિંગની ઘટના ઘટી. જેના કારણે ૧૩૭ જેટલા નર્સિંગ અને પેરામેડિકલના વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા. પોલીસ સૂત્રોના જણાવ્યાંમુજબ વિદ્યાર્થીઓ એક ખાનગી હોસ્ટેલમાં રહે છે અને સોમવારે રાતે જમ્યા બાદ તેમણે બેચેનીની ફરિયાદ કરી હતી. આ દરમિયાન શહેર પોલીસ કમિશનર એન શશિ કુમારે જણાવ્યું કે વિદ્યાર્થીઓએ પેટમાં દુખાવો, ઝાડા અને ઉલ્ટીની ફરિયાદ કર્યા બાદ તેમને મેંગ્લુરુની વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરાયા છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ફૂડ પોઝનિંગનું કારણ પ્રદૂષિત પાણી હોવાનું કહેવાય છે. વધુમાં તેમણે કહ્યું કે કેટલાક વિદ્યાર્થીઓની હાલત ગંભીર હોવાનું પણ કહેવાય છે. હાલ મળતી માહિતી અનુસાર જાે ફૂડ પોઝનિંગનું કારણ પ્રદૂષિત પાણી હોવાનું જ કહેવામાં આવી રહ્યું છે. અને હાલ આ વિદ્યાર્થીઓની હાલત ગણી ગંભીર છે.
Recent Comments