રાષ્ટ્રીય

કર્ણાટકની સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની જાહેરાત કરી

ચૂંટણી પુરી થઈ નથી કે જનતા પર મોંઘવરીનો માર ચાલુ..!!?? કર્ણાટકની કોંગ્રેસ સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની જાહેરાત કરવામાં આવી છે. કર્ણાટક સરકારે પેટ્રોલના ભાવમાં ૩ રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે જ્યારે ડીઝલના ભાવમાં ૩.૦૨ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સેલ ટેક્સમાં સુધારા બાદ આ વધારો થયો છે. પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર કર્ણાટકમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દેશના અન્ય રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

આજે નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૯૪.૭૨ રૂપિયા પ્રતિ લીટર છે. આ સિવાય દેશના અન્ય શહેરો જેવા કે મુંબઈમાં પેટ્રોલની કિંમત ૧૦૪.૨૧ રૂપિયા છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત ૧૦૩.૯૪ રૂપિયા પ્રતિ લીટર છે. વળી, ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત ૧૦૦.૭૫ રૂપિયા પ્રતિ લીટર છે. ડીઝલની વાત કરીએ તો આજે દેશની રાજધાની નવી દિલ્હીમાં ડીઝલની કિંમત ૮૭.૬૨ રૂપિયા છે. વળી, મુંબઈમાં ડીઝલની કિંમત ૯૨.૧૫ રૂપિયા છે. કોલકાતામાં ડીઝલની કિંમત ૯૦.૭૬ રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નાઈમાં ડીઝલની કિંમત ૯૨.૩૪ રૂપિયા પ્રતિ લીટર છે.

Follow Me:

Related Posts