fbpx
રાષ્ટ્રીય

કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીના નેતા અને પૂર્વ સીએમ સિદ્ધારમૈયાના ઘરે માતમ છવાયો

કર્ણાટક વિધાનસભા ચૂંટણી પરિણામમાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે. તો વળી પાર્ટી, જે પહેલાથી જ જાદુઈ આંકડાના પાર કરી ચુકી છે. ૧૨૦થી વધઆરે સીટો પર બહુમત છે. આ ક્રમમાં દેશભરમાં કોંગ્રેસમાં જશ્નનો માહોલ છે. આવા સમયે કોંગ્રેસ પાર્ટીના ટોચના નેતા અને પૂર્વ સીએમ સિદ્ધારમૈયાના ઘરમાં મોટી દુર્ઘટના ઘટી ગઈ છે. તેમની બહેન શિવમ્માના પતિ રામેગૌડાનું નિધન થઈ ગયું છે. રામેગૌડા શનિવારે સવારે બીમાર પડી ગયા અને તેમને મૈસૂર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સારવાર દરમ્યાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. રામેગૌડાના નિધનથી સિદ્ધારમૈયાના ઘરમાં શોકનો માહોલ છે. આ તમામની વચ્ચે કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામમાં કોંગ્રેસ પાર્ટીને સ્પષ્ટ લીડ મેળવી રહી છે. અત્યાર સુધીની મતગણતરીમાં કોંગ્રેસ ૧૨૫ સીટથી વધારે પર આગળ ચાલી રહી છે. તો વળી ભાજપ આકરી ટક્કર આપવાની આશાએ ૭૦ સીટો પર આગળ ચાલી રહી છે. સાથે જ જેડીએસ ૨૪ સીટો પર આગળ ચાલી રહી છે. સાથે જ અન્ય ૫ પદ પર આગળ ચાલી રહી છે. કર્ણાટક કોંગ્રેસ પીસીસી પ્રમુખ ડીકે શિવકુમાર સતત ચોથી વાર જીત્યા છે. અત્યાર સુધીના પરિણામો પર નજર નાખીએ તો, કોંગ્રેસની જીત નક્કી માનવામાં આવી રહી છે. અંતિમ પરિણામ સાંજ સુધીમાં આવી જશે. આ પરિણામમાં કોંગ્રેસ પાર્ટીએ ૧૨૦ સીટો પર જીતની સંભાવના તે પાર્ટીના નેતા અને કાર્યકર્તા જશ્નમાં ડૂબેલા હતા. તો વળી જાે કોંગ્રેસ જીતી તો પાર્ટીના મુખ્યમંત્રી કોણ હશે, તેના પર ચર્ચા શરુ થઈ ગઈ છે. અતીતથી વિપરીત, તમામ કોંગ્રેસ નેતાઓએ કર્ણાટક ચૂંટણીમાં એક સાથે કામ કર્યું. રાજકીય માહોલને પોતાના પક્ષમાં જીતમાં બદલવાની પુરી કોશિશ કરી છે.

Follow Me:

Related Posts