fbpx
રાષ્ટ્રીય

કર્ણાટક વિધાનસભા ચૂંટણી : કોંગ્રેસે જાહેર કરી પ્રથમ ૧૨૪ ઉમેદવારોની યાદી

હાલના સમયે ખુબજ મહત્વની ૨૦૨૩ વિધાનસભા ચૂંટણી ગણાતી કર્ણાટક ની આ ચૂંટણી માટે કોગ્રેસે પોતાની ૧૨૪ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદીમાં પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને દિગ્ગજ નેતા ડીકે શિવકુમારના નામ સામેલ છે. કર્ણાટકમાં કુલ ૨૨૪ વિધાનસભા સીટો છે. કર્ણાટકમાં હાલ ભાજપ સત્તા પર છે. કોંગ્રેસ ફરી એકવાર કર્ણાટક સરકારમાં પરત ફરવાની આશા સેવી રહી છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બની હતી, પરંતુ બહુમતીથી ઓછી પડી હતી.

આ પછી રાજ્યમાં કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધનની સરકાર બની. જાે કે, આ ગઠબંધન સરકાર ૫ વર્ષ સુધી ટકી શકી નહીં અને ભાજપ ફરી સત્તામાં આવી. કોંગ્રેસે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને વરુણા સીટથી અને વરિષ્ઠ નેતા ડીકે શિવકુમારને કનકપુરથી મેદાનમાં ઉતારવાનો ર્નિણય કર્યો છે. આ ઉપરાંત રામદુર્ગથી અશોક એમ, હુક્કેરીથી એબી પાટીલ અને ખાનપુરથી ડો. અંજલિ કોંગ્રેસ તરફથી મેદાનમાં ઉતરશે.

જામખંડીથી આનંદ ન્યામાગૌડા, બાબલેશ્વરથી એમબી પાટીલ, ચિતાપુરાથી પ્રિયાંક ખડગે, ચિંચોલીથી સુભાષ રાઠોડ, ગુલબર્ગ ઉત્તરથી કનીજ ફાતિમા, કોપ્પલથી કે રાઘવેન્દ્ર, હુબલી ધારવાડ ઈસ્ટથી પ્રસાદ અને સાગરથી ગોપાલકૃષ્ણ કોંગ્રેસના ઉમેદવાર હશે. કોંગ્રેસ દ્વારા શૃંગેરીથી ટીડી રાજગૌડા, મધુગીરીથી કેએન રંજના, બાગાપલ્લીથી સુબ્બા રેડ્ડી, ચિંતામણિથી એમસી સુધાકર, કોલાર ગોલ્ડ ફિલ્ડ્‌સથી રૂપકલા એમ, શ્રીનિવાસપુરથી રમેશ કુમાર, માલુરથી નાન્જે ગૌડા, સર્વગંગાનગરથી કેજે જ્યોર્જ, શિવાજીનગરથી રિઝવાન અરશદ અને શાંતિ નગરથી એન.એ.હરિસને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

Follow Me:

Related Posts