ગુજરાત રાજ્યમાં તા. ૭ મે,૨૦૨૪ના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાવાનું હોય ગાંધીનગર જિલ્લાના વતની હોય અથવા નોકરી ધંધા માટે અન્ય જિલ્લામાંથી ગાંધીનગર જિલ્લામાં વસવાટ કરતા હોય તેવા મતદારો મતદાન કરી શકે તે માટે ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ ગાંધીનગર જિલ્લાની સ્થાનિક સંસ્થાઓ, દુકાનો, વાણિજ્ય સંસ્થાઓ, હોટલ, ઔદ્યોગિક એકમો ઉપરાંત સરકારી હોસ્પિટલો, પોલીસ સ્ટેશન, ફાયર બ્રિગેડ અને આવશ્યક સેવાઓ આપતી અન્ય સંસ્થાઓ અને કચેરીઓ દ્વારા ચૂંટણીના સંબંધિત દિવસે કર્મચારી- શ્રમયોગીને મતદાન માટે અઠવાડીયાની રજાની બદલીમાં વૈકલ્પિક વ્યવસ્થા કરી ખાસ રજા આપવા ગાંધીનગર સરકારી શ્રમ અધિકારીની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.
કર્મચારી તથા શ્રમયોગીને મતદાન માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગ રૂપે ખાસ રજા અપાશે

Recent Comments