અમરેલી

કર્મઠ યુવા નેતા કૌશિક વેકરિયાના જન્મદિવસની અમરેલી જીલ્લામાં વિવિધ સેવાકીય કાર્યો સાથે ઉજવણી કરાશે


જિલ્લા ભાજપ પ્રમુખને સ્નેહ, શુભેચ્છા અને અભિનંદન પાઠવતા આગેવાનો અને નગરજનો અમરેલીનું નામ ઇતિહાસ લખવામાં મોખરે રહ્યું છે. આ ભૂમિએ આર્થિક, સામાજિક અને રાજકીય જગતને અનેક તજજ્ઞો અને મહાનુભવો આપ્યા છે. સાંપ્રત સમયમાં અમરેલીની ધરોહરનું ગૌરવશાળી નામ એટલે જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરિયા. અમરેલીના દેવરાજીયા ગામના વતની કૌશિક વેકરિયા યુવા વયે નેતૃત્વની પરિભાષાને સાકાર કરી બતાવી છે. સમગ્ર જિલ્લામાં લોકકાર્યો થકી લોકચાહના મેળવી છે. નાનામાં નાના કાર્યકર્તાને સાથે રાખીને કેડી કંડારનારા યુવા નેતાનો આજે જન્મદિવસ છે.

તેમના જન્મદિવસ નિમિત્તે જિલ્લામાં વૃક્ષારોપણ, ફૂડ પેકેટ વિતરણ સહિત વિધવિત સેવાકીય પ્રવૃતિઓનું આયોજન કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું છે. એક કાર્યકર્તાએ જણાવ્યું હતું કે કૌશિકભાઈ અમારા આદર્શ છે. સંકટના સમયે સાથી બનીને સાથીયારો આપનારા છે, તેમનો જન્મદિવસ અમારા માટે વિશિષ્ટ છે અને એટલે જ આ દિવસને સેવાકાર્ય સાથે ઉજવવાનું નક્કી કર્યું છે.


ઉલ્લેખનીય છે કે કૌશિકભાઈએ જાહેર જીવનમાં રાજકીય સફરની શરૂઆત દેવરાજીયા ગામના સરપંચ બનીને કરી હતી. આજે આ ગામ ગુજરાતના આદર્શ ગામમાં સ્થાન પામે છે. ત્યારબાદ ભાજપના યુવા મોરચા, તાલુકા ભાજપના મહામંત્રી, પ્રમુખ અને જિલ્લા ભાજપ મહામંત્રી બાદ હાલમાં જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. કૌશિકભાઈ જીવનસફરના ૩૫ વર્ષ પૂર્ણ કરી ૩૬માં વર્ષમાં પ્રવેશ કરશે. કૌશિકભાઈ વેકરીયા – ૯૪૨૬૪ ૪૨૭૦૩

Related Posts