કર્મ-મોહ એના સકંજામાંથી છૂટવા ન દેવા માટે કામ કરે છે: આ.વિજય કીર્તિયશસૂરીશ્વરજી
આંતરિક અને બાહ્ય વિષય-કષાયોના વાવાઝોડા અથડાય રહ્યા છે તેવી સ્થિતિમાં આંતર-બાહ્મ અથડામણ વચ્ચે પણ સાધકે હંમેશા અડગ જ રહેવાનું છે. તપ, ત્યાગ, સાધના દ્વારા આવી અથડામણો સામે લડવાનું છે ઝઝુમવાનું છે ને તો જ સાધના જીવનમાં આગળ વધી શકાશે તેમ આચાર્ય વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજે કહ્યું હતું.
સુરતના કલ્યાણ મંદિર વેસુ ખાતે આચાર્ય ભગવંતે કહ્યું કે, કર્મ અને મોહ તમને એના સકંજામાંથી છૂટવા ન દેવા માટે બરાબર કામ કરે છે. જેવા તમે સાધના-ધર્મના માર્ગે ડગ માંડશો કે તુરંત જ તમને એક પછી એક ઇચ્છા જાગતી થઇ જશે. કર્મ, મોહ, રાગ, પોતાની તમામ તાકાત કામે લગાડી તમને સાધના-ધર્મના માર્ગમાંથી વિચલિત કરવાના પ્રયાસો કરશે જ. તેમાંથી છૂટવા માટે મનને મારતા શીખવું પડશે. જે પણ વસ્તુની જ્યારે પણ ઇચ્છા થાય કે તુરંત જ નિર્ણય કરો આ ઇચ્છા મુજબ કરવું જ નથી. આ રીતે ત્યાગના માધ્યમથી ઇચ્છાને મારતા શીખો. મને અને ઇચ્છાને મારતા શીખી જશો પછી તમે સાધનાના માર્ગે સરળતાથી આગળ વધી શકો.
Recent Comments