બોલિવૂડ

કલાકો સુધી જીમમાં જ ફસાયેલી રહી અરમાન મલિકની પહેલી પત્ની પાયલ

યુટ્યૂબર અરમાન મલિક અને તેની બંને પત્નીઓ હાલ ખૂબ ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા જ અરમાનની બીજી પત્ની કૃતિકા મલિકે પુત્રને જન્મ આપ્યો છે. જ્યારે તેની પહેલી પત્ની પાયલ ગમે ત્યારે ખુશખબર આપી શકે છે. પરીવારમાં હાલ ખુશીનો માહોલ છે અને કૃતિકા અને પુત્રનું ખૂબ ધામધૂમથી ઘરમાં સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. અરમાન મલિકના પુત્રનું નામ ઝૈદ મલિક રાખવામાં આવ્યું છે. અરમાન પણ તેના ફેન્સ સાથે હાલ પુત્રના જન્મ બાદથી પરીવારના માહોલ વિશે વ્લોગ્સ શેર કરતો રહે છે. ફેન્સ પર અરમાન અને કૃતિકા પર આશીર્વાદા અને શુભેચ્છાઓનો વરસાદ કરી રહ્યા છે. પરંતુ એક લેટેસ્ટ વિડીયો સામે આવ્યો છે, જેણે સૌને હેરાન કરી દીધા છે. અરમાનની પહેલી પત્ની પાયલ સાથે કંઇક એવું થયું છે કે તેની તબિયત પણ ખરાબ થઇ ગઇ હતી. એવું તો શું થયું પાયલ સાથે… હકીકતમાં, અરમાન મલિકે પોતાના ઘરની અગાસી પર એક નવું જીમ શરૂ કર્યુ છે. જેનું ઉદ્દઘાટન કરવા માટે આખો પરીવાર એકત્રિત થયો હતો. કૃતિકાને ચીફ ગેસ્ટ બનાવવામાં આવી હોવાથી તેણે રીબિન કટ કરી અને પરીવારે પૂજા કરીને મીઠાઇ વહેંચી હતી. આ પ્રોગ્રામ પતાવીને ઘરના બધા જ સભ્યા નીચે આવી ગયા,

પરંતુ પાયલ જીમમાં જ ફસાઇ ગઇ હતી. જ્યારે લગભગ ૧-૨ કલાક સુધી પાયલ કોઇના ધ્યાનમાં ન આવી તો અરમાન મલિકે તેને શોધવાનું શરૂ કર્યુ હતું. કૃતિકા અને અરમાનની માતા સહિત આખો પરીવાર પાયલ માટે ખૂબ પરેશાન અને ચિંતિત થઇ રહ્યો હતો. બધાના મનમાં એક જ સવાલ હતો કે પાયલ આખરે ક્યાં ચાલી ગઇ હશે અને તેને શોધી રહ્યા હતા. છતાં પણ પાયલની કોઇ ભાળ નહોતી મળી. અરમાનને અચાનક જીમમાં ચેક કરવાનું યાદ આવ્યું અને તે દોડીને ત્યાં ગયો તો જાેયું કે પાયલ જીમની બાલકનીમાં પુરાઇ ગઇ હતી. તે પોતાનો ફોન નીચે ભૂલી હતી. તેથી પાયલ બાલકનીમાંથી સતત સૌને મદદ માટે બોલાવી રહી હતી. જીમમાં પીવા માટે પાણી પણ નહોતું. જેવો પરીવાર પાયલ પાસે પહોંચ્યો કે સીધી જ તેના પાસે જઇને જાેરજાેરથી રડવા લાગી. આ દરમિયાન તે ખૂબ જ ગભરાયેલી લાગી રહી હતી. પાયલે રડતાં રડતાં કહ્યું કે, હું ક્યારની રાડો પાડી રહી હતી. હું અહીં જીમમાં જ પુરાઇ ગઇ હતી. જાેકે, અરમાન અને તેના પરીવારના સભ્યો પાયલને ફોન સાથે ન રાખવા બદલ ખીજાતા પણ જાેવા મળ્યા હતા અને ફરી આવું ન થાય તેનું ધ્યાન રાખવા કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અરમાનની પહેલી પત્ની પાયલ જાેડિયા બાળકોને જન્મ આપનાર છે. તેથી ફેન્સ પણ આ વિડીયો પર કમેન્ટ્‌સ કરીને વધારે સાવચેતી અને ધ્યાન રાખવાની સલાહ આપી રહ્યા છે.

Related Posts