સુરત કલાગુરુ રવિશંકર રાવળ સ્થાપિત “કુમાર” નું શતાબ્દી વર્ષ ચાલે છે શતાબ્દીપર્વની ઉજવણી નિમિત્તે કલા તીર્થ ટ્રસ્ટ દ્વારા કુમારના સો વર્ષના અંકોમાંથી ૧૭૦૦ પેજનું ચયન કરીને પાંચ ભાગમાં દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે ચાર ગ્રંથો તૈયાર થઈ ગયા છે અને ત્રણ ગ્રંથોનું આદર સાથે વિતરણ પણ કરવામાં આવ્યું છે, ચોથા ગ્રંથનું આવતા મહિને વિતરણ થશે.
ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીને મળવાનો ઉપક્રમ રાજભવન ગાંધીનગર ખાતે થયો “કુમાર” શતાબ્દી વર્ષની વાતો થઈ અને કલાતીર્થ ટ્રસ્ટની પ્રવૃત્તિ અંગે વિસદ ચર્ચા કરી..આ અવસરે ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયક અને સંસ્કાર ભારતી,ગુજરાતપ્રાંતના અધ્યક્ષ – અભેસિંહજી રાઠોડ, અખિલ ભારતીય સંસ્કાર ભારતી, પ્રાચીનકલાના સંયોજક – શ્રી ઓજસ હિરાણી, સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંતના મહામંત્રી – જયદીપસિંહ રાજપુત, કોષાધ્યક્ષ- જગદીશભાઈ જોશીની ઉપસ્થિતિમાં ચાર કલાગંગોત્રી ગ્રંથો અર્પણ કરવામાં આવ્યા આ રૂડા અવસરની નોંધ લઈને ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ અભિનંદન પાઠવ્યા.
Recent Comments