કલાતીર્થ ટ્રસ્ટ ના શ્રી રમણીક ઝાપડિયા સંપાદિત “રેતશિલ્પના રૂપસાધક નથુ ગરચર” પુસ્તક થી વિશિષ્ટ કલા ઉજાગર બદલ મુખ્ય મંત્રી એ શુભેચ્છા પાઠવી

સુરત કલા એ કલાકારને પ્રાપ્ત થયેલ કુદરતની અણમોલ ભેટ છે, જેને કલાકાર પોતાની સાધના થકી નિખારે છે. કલા દ્વારા કલાકારના હૃદયના ભાવ અભિવ્યક્ત થાય છે. સમુદ્ર કિનારે રેતીમાં રેતશિલ્પ બનાવવાની કલા એક વિશેષ પ્રતિભા છે. કોઇ પણ દેશની કલાની સ્થિતિ તપાસો, તો માલૂમ પડશે કે તે દેશમાં લોકચરિત્ર, જ્ઞાન, ભક્તિ, ઉદ્યોગ કે વિજ્ઞાન જેટલાં ખીલ્યાં હોય છે, તેટલા જ પ્રમાણમાં ત્યાંની કલા ઉત્કૃષ્ટ હોય છે. આમ કલાકારના અસ્તિત્વ વિના જગત જડ થઇ જાય. ગુજરાતનો વિશાળ દરિયાકિનારો રેતીથી ભરપૂર છે. આ રેતીને પણ પોતાની કલા દ્વારા શ્રી નથુભાઈ ગરચરે મૂર્તિમંત બનાવીને લોકોમાં કલા પ્રત્યેનું આકર્ષણ જમાવ્યું છે.
આવી વિશિષ્ટ કલામાં પારંગત કલાતીર્થ ટ્રસ્ટના કલાગંગોત્રી ગ્રંથ-૧૦માં શ્રી રમણીક ઝાપડિયા સંપાદિત “રેતશિલ્પના રૂપસાધક નથુ ગરચર” પુસ્તકમાં શ્રી નથુ ગરચરે રેતીમાં લગભગ ૧૫૦૦ થી પણ વધુ રેતશિલ્પોનાં સર્જનો કર્યા છે એ તેઓની અનોખી સિદ્ધિ છે. આ ઉપરાંત તેઓએ જળરંગો, રેખાંકનો, કેનવાસ ચિત્રો તથા ભીંતચિત્રો બનાવીને કલાક્ષેત્રે નામના મેળવી છે તે અભિનંદનીય છે.
શ્રી નથુ ગરચર પોતાના આ આગવા અને વિશિષ્ટ ક્ષેત્રે વધુ ને વધુ સફળતા પ્રાપ્ત કરી રાજ્ય તથા રાષ્ટ્રને ગૌરવ અપાવે તેવી શુભેચ્છા સાથે અભિનંદન.
Recent Comments