કલામહાકુંભ 2022મા ગુલાબચંદ ઝવેરચંદ શાહ ભદ્રાવળ-1 કેન્દ્રવર્તી શાળા અનેરી સિધ્ધિ મેળવી

ગુલાબચંદ ઝવેરચંદ કે.વ શાળા ભદ્રાવળ 1ના બાળકોએ તળાજા તાલુકા કક્ષાએ ચાર કૃતિમાં પ્રથમ નંબર મળ્યો જેમાં લોકગીતમાં વાઘેલા જયમીન જગદીશભાઈ પ્રથમ નંબર આવેલ..તથા સુગમ ગીતમાં નારીગરા અવની હસમુખભાઈ પ્રથમ નંબર આવેલ.તથા વાદનમાં બોળીયા અંકિતા રાજુભાઈ પ્રથમ નંબર આવેલ .અને વાદનમાં મકવાણા કરણ નરેશભાઈ પ્રથમ નંબર મેળવ્યો હતો.આ ચાર કૃતિમાં પ્રથમ નંબર મેળવ્યા બાદ જિલ્લા કક્ષાએ તળાજા તાલુકાનું પ્રતિનિધિત્વ કરેલ..જેમાં વાઘેલા જયમીન જગદીશભાઈ લોકગીતમાં જિલ્લામાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ અને સુગમ ગીતમાં નારીગરા અવની હસમુખભાઈ દ્વિતીય નંબર, અને પંડ્યા પ્રાર્થના કિરણભાઈ સુગમ ગીતમાં 15 થી 20 વયકક્ષાની જૂથમાં જિલ્લામાં બીજો નંબર પ્રાપ્ત કરી શાળાનું અને ગામનું ગૌરવ વધારેલ છે. આ તમામ સ્પર્ધામાં સંગીત શિક્ષક મેવાડા ભરતભાઈ ચીથરભાઈ અને ધાંધલા દર્શનાબેને બાળકોને માર્ગદર્શન પૂરું પડ્યું હતું.
Recent Comments