કલા અને કલમનો સમન્વય ધરાવતાં સાવરકુંડલા શહેરનાં અવાઝની દુનિયાના માણિગર અનવરખાન પઠાણનો આજે જન્મદિવસ.. એકાવન વર્ષ પૂર્ણ કરીને આજે બાવનમાં વર્ષમાં સુખરૂપ પ્રવેશ..
આમ ગણીએ તો સાવરકુંડલાની મુલાકાત લેતી વખતે મળવા માણવા અને જાણવા જેવો નોખી માટીનો અદના માણસ એટલે અનવરખાન પઠાણ. આ કલાના કસબને જેણે જીવંત રાખી છે,એવાં અનોખાં અવાઝની દુનિયાના દિલકશ દિલદારની વાત છે. કલા જેની નસેનસમાં વ્યાપી એવા શબ્દ સૂર અને સાધનાનાં એક અનોખા માણીગરની જાત છે. આમ તો જન્મદિવસ તો દરેકના આવતાં હોય છે પરંતુ જ્યારે કલાના ઉપાસકના જન્મદિવસનો અંદાઝ પણ ખાસ છે. આમ તો સાવરકુંડલા શહેર એટલે કલા, કાંટા અને કર્મવીરોની ભૂમિ.
આ નાવલીનાં કાંઠે અવાઝની એક અનોખી દુનિયા પ્રસ્થાપિત કરી સમગ્ર સાવરકુંડલા શહેરને ગૌરવવંતુ કરવાનો જો કોઈને જશ આપવો હોય તો બેશક અનવરખાન પઠાણનું નામ દરેકના હૈયે આવે જ.. “આવાઝ કી દુનિયા કે દોસ્તોં” ઈસ કદર ઉસને યે ઉપલબ્ધિ પાઇ હૈ.. સાવરકુંડલા શહેર ઉસકા સદા કે લિયે શુક્રગુઝાર હૈ. કેટલાયે હિંદી ફિલ્મનાં શહેનશાહ તરીકે પંકાતા રાજકુમાર,દિલીપકુમાર,શત્રુઘ્ન સિંહા, પ્રાણ,અમરીશપુરી,રાજેશખન્ના,શાહરુખ ખાન અને પદ્મશ્રી કવિ ખલિલ ધનતેજવી જેવાં દિગ્ગજ કલાકારોનાં સ્વરની કોપી કરવી એ પણ એક અનોખી કલા છે.
જે જવલ્લેજ કોઈ વ્યક્તિમાં જોવા મળે છે. “અનવરખાન એ પૈકીનું સાવરકુંડલા શહેરનું અણમોલ આભૂષણ છે.” કલાકો સુધી લોકોને જકડી રાખતો એક જ અવાઝ એટલે અનવરખાન પઠાણ. એ મહેફીલમાં જ્યારે માઈક સંભાળે ત્યારે શ્રોતાઓ તેની કલાથી મંત્રમુગ્ધ થઈ અને સમયનું સાનભાન ભૂલી જતાં હોય છે. વન્સ મોર.. વન્સ મોરનાં નારા સાથે સમગ્ર ઓડિયન્સ ગુંજી ઊઠતું જોવા મળે છે.આજે તેમના જન્મદિવસ નિમિત્તે શહેરનાં અનેક કલાપ્રેમીઓનો શુભેચ્છા સંદેશનો ધોધ વહી રહ્યો છે. આ જન્મ દિવસની વેળાએ ખોબલે ખોબલે શુભકામનાઓ સહ ઈશ્ર્વર તેમને દીર્ઘાયુ અને તંદુરસ્ત જીવન અર્પે અને જીવનનાં વિકાસના સર્વોત્તમ શિખરો સર કરે એવી શુભેચ્છા સહ..જન્મદિવસની શુભકામનાઓ
Recent Comments