fbpx
ગુજરાત

કલા અને કલાકારોના ઉત્થાન માટે કાર્ય કરતી કલા સંસ્થા કલાપ્રતિષ્ઠાનનો ચિત્રકાર છગનભાઈ પટેલ સમર્પિત “મારું સુરત ૨૦૨૨” કલાપ્રદર્શનનો સમાપન સમારોહ યોજાયો

સુરત  કલા અને કલાકારોના ઉત્થાન માટે કાર્ય કરતી કલા સંસ્થા કલાપ્રતિષ્ઠાન નો ચિત્રકાર છગનભાઈ પટેલ સમર્પિત “મારું સુરત ૨૦૨૨ “કલાપ્રદર્શનનો સમાપન સમારોહ તારીખ: ૨૮/૪/૨૨  ને ગુરુવારના રોજ સાંજે ૬-૦૦ કલાકે વનિતા આર્ટ ગેલેરી ,વનિતા વિશ્રામ, અઠવાલાઇન્સ ,સુરત ખાતે યોજવામાં આવ્યો હતો આ કલાપ્રદર્શન દરમિયાન સુરતની કલાપ્રેમી જનતાએ સુરતના કલા વારસાને ખૂબ આદર સાથે માણ્યો હતો. અને દસ જેટલી કલાકૃતિઓ મૂલ્યાંકિત કરીને કલાકારોના કલા જીવનમાં ઉત્સાહ વધાર્યો હતો સમાપન સમારોહ પ્રસંગે દરેક કલાકારોએ પોતાના ભાવ જગતની શબ્દ ઉર્મિઓ દ્વારા કલા પ્રતિષ્ઠાન પ્રત્યેનો અહોભાવ (“આ સંસ્થા ન મળી હોય તો હું શું હોત..? એ કલ્પનાજ મને અંદરથી ધ્રુજાવી જાય છે..”. “આ સંસ્થાએ અમારી દિશા અને દશા બંને સુધારી છે” આ સંસ્થા થકી અમને જે ઊંચાઈ મળી છે તેના પાયામાં આ સંસ્થાનું અનેક ગણુ ઋણ અમારા જીવનમાં છે”) ભાવવિભોર બનીને અભિપ્રાય રૂપે રજૂ કરીને અનેક કલાકારોના કલાજીવનમાં ઉત્સાહ વધારી દીધો હતો અને આગામી કાર્યક્રમોમાં નવીનતા કેવી રીતે ઉમેરી શકાય તેના સૂચનો પણ આવકારવામાં આવ્યા હતા… ભાગ લેનાર દરેક કલાકારોને કલાપ્રતિષ્ઠાનના અગ્રણી મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અને સ્કેચબૂક અર્પણ કરીને અભિવાદન કરવામાં આવ્યુ હતું.. ખુબ ખુબ આભાર વંદન

Follow Me:

Related Posts