કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ

જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી. એન એફ એસ એ અંતર્ગત અગ્રતા ધરાવતા હોય તેવા કુટુંબોમાં સમાવેશ હોય તેવા કાર્ડધારકોને ૨,૧૬૬ ટન ઘઉં અને ૫,૦૩૯ ટન ચોખા જિલ્લાના એપીએલ અને બીપીએલ પરિવારોને વિતરણ કરવામાં આવ્યું છે. એન એફ એસ એ અંતર્ગત સમાવેશ પામ્યા હોય તેવા અંત્યોદય કાર્ડધારકોને ૪૦૪ ટન ઘઉં અને ૭૭૦ ટન ચોખાનું વિતરણ કરવામાં આવ્યું છે. સપ્ટેમ્બર – ૨૦૨૨ દરમિયાન ૧૪૬ ટન લેવી ખાંડનું વિતરણ કરવામાં આવ્યું છે.
અન્ન સલામતી જથ્થાના વિવિધ સ્થળોએ અલગ અલગ ૨૮ તપાસણીઓ કરવામાં આવી છે. જિલ્લામાં રુ.૨૬,૦૫,૧૬૭ની કિંમતનો ૪૭,૯૦૩ જથ્થો રાજ્યસત કરવામાં આવ્યો છે. અમરેલી, સાવરકુંડલા, લાઠી અને લીલીયા ગ્રાહક સુરક્ષા મંડળને માસ દરમિયાન ૨૫ ફરિયાદ મળતાં ૨૨ ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો છે. બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને પુરવઠા શાખાના કર્મચારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments