fbpx
અમરેલી

કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ

જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને અમરેલી કલેકટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકના પ્રથમ ચરણમાં પેન્ડિંગ કેસ, પેન્શન કેસ, વસૂલાત, નાગરિક અધિકાર પત્રો સહિતની કામગીરી અંગે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા સમીક્ષા કરી, યોગ્ય કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લામાં સ્ટાર્ટઅપ માટેની કામગીરી સારી રીતે થઈ શકે તે માટે અલગથી બેઠક બોલાવવા માટે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા સૂચના આપવામાં આવી હતી.

જિલ્લામાં નિર્માણાધિન મહત્ત્વના પ્રોજેક્ટ માટે આંતરવિભાગીય મંજૂરીઓ અને કામગીરી ઝડપી થાય તે જોવા માટે પણ કલેક્ટરશ્રી દ્વારા ખાસ આદેશ આપવામાં આવ્યો હતો. વિવિધ વિભાગના સંકલન દ્વારા જિલ્લામાં વહીવટ સરળ, સુગમ અને ઝડપી બને તેના માટે જરૂરી કામગીરી કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેક્ટરશ્રી રવિન્દ્રસિંહ વાળાએ કર્યુ હતુ. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા દ્વારા સંકલનની બેઠકમાં ધારાસભ્યશ્રી હિરાભાઈ સોલંકીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts