જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની ચાલુ વર્ષની ત્રીજી બેઠક મળી હતી. ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી. અમરેલી જિલ્લાના બાકી રહેતા ૫ ગામોની રૂ. ૮૨.૪૬ કરોડની આંતરિક ગ્રામ્ય પેયજળ યોજનાની મંજુરી આપવામાં આવી હતી. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે હાલ ભારત સરકાર દ્વારા જળ જીવન મિશન કાર્યક્રમ અંતર્ગત ૧૦% લોક ભાગીદારી આધારિત યોજના હેઠળ ઘરે ઘરે નળ કનેક્શન આપવાની ઝુંબેશ ચાલુ રહી છે. આગામી દિવસોમાં આ યોજના હેઠળ જિલ્લામાં ૧૦૦% કામો પૂર્ણ થાય એ દિશામાં કાર્યવાહી કરવામાં આવશે.
કલેક્ટરની અધ્યક્ષતામાં જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ

Recent Comments