અમરેલી

કલેક્ટરની અધ્યક્ષતામાં પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિની બેઠક મળી

અમરેલી કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી તથા નાયબ પશુપાલન નિયામક ડો. ટી. સી. ભાડજા દ્વારા ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી. આ બેઠકમાં પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિમાં પશુ ચિકિત્સા અધિકારી અને વાહનની વ્યવસ્થા કરવા, પાંજરાપોળનું બાકી ચુકવણું ત્વરિત ચૂકવવા, ઓથોરાઈઝડ પર્સનની નિમણુંક તેમજ જમીન ફાળવવા જેવા મુદ્દાઓ ઉપર વિસ્તારપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી સક્સેના, વહીવટી તંત્રના સંલગ્ન ખાતાના અધિકારી કર્મચારીઓ તથા સમગ્ર અમરેલી જિલ્લાના તમામ તાલુકાના પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા

Related Posts