ગુજરાત

કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના ઘરે તસ્કરો ત્રાટક્યાઃ ૮.૫૧ લાખની ચોરી

ગાંધીનગરનાં કલોલના ધારાસભ્ય બલદેવજી ઠાકોરના કલોલમાં આવેલા બંગલામાં તસ્કરોએ ત્રાટકી ને હાહાકાર મચાવી દીધો હતો. ધારાસભ્ય ના બંગલામાંથી તસ્કરો ત્રણ એલઇડી ટીવી, સોનાના દાગીના તેમજ બે લાખ રૃપિયા રોકડા સિફતપૂર્વક ચોરી કરીને નાસી જતાં રાત્રિ કરફ્યુની પોલીસ કામગીરી પર સવાલો ઉઠવા પામ્યા છે. હાલમાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી તસ્કરોએ ચોરીની ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો તેની મથામણમાં લાગી ગઈ છે. પોલીસ તપાસ દરમિયાન ધારાસભ્ય નાં બંગલાનાં મુખ્ય દરવાજા નું તાળું તોડી કુલ. રૂ ૮.૫૧લાખથી વધુની મત્તા ચોરાઈ હોવાનું સામે આવ્યું છે.

આ અંગે ધારાસભ્ય બળદેવજી ઠાકોરે જણાવ્યું હતું કે રાત્રી દરમિયાન તસ્કરો ઘરમાંથી ચોરી કરીને નાસી ગયા છે. ઘરનો તમામ સામાન વિખેરી નાખીને ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. અગાઉ પણ મારા ઘરે ચોરીની ઘટના બની હતી જે અંગે હજી સુધી ફળદાયી કાર્યવાહી થઈ નથી.
વધુમાં તેઓએ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવીને આક્ષેપ કર્યો હતો કે કલોલ વિસ્તારમાં જે પ્રકારે દિનપ્રતિદિન ચોરીની ઘટનાઓ બની રહી છે, તે જાેતા એવું લાગી રહ્યું છે કે કાયદો વ્યવસ્થાના નામે પોલીસની કામગીરી મીંડુ છે. પોલીસને દારૂ-જુગારના અડ્ડાઓ તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓની બાબતોમાં જ રસ હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી ચોરીની જે રીતે ઘટનાઓ બની રહી છે તે જાેતા પોલીસની પોકળ લાગી રહી છે.

વધુમાં ધારાસભ્ય ઉમેર્યું હતું કે ગઈકાલે તસ્કરોએ ચોરીની ઘટનાને જે અંજામ આપ્યો છે સોનાના દાગીના ટીવી તેમજ બે લાખ રોકડાની ચોરાઈ છે. હજી પણ ઘરમાં એક તિજાેરી છે જેમાં મારા દીકરાના સાળાનાં ઘરેણાં પડી રહ્યા છે.
પરંતુ તિજાેરી વજનદાર હોવાથી તેને ખસેડી શકાય તેમ નથી ઉપરાંત આ તિજાેરીમાંથી કેટલાની મત્તા ગઈ છે તે હજી મને ખ્યાલ નથી. તસ્કરોની ફિંગર પ્રિન્ટ હોવાની આશંકાએ આ તિજાેરી ની ચકાસણી પોલીસની હાજરીમાં કરવામાં આવે પછી જ તેમાંથી કેટલાં ઘરેણાં ચોરાયાંનું માલુમ પડશે. ત્યારે હાલમાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ તેમજ ડોગ સ્કોડને બોલાવીને તસ્કરોનું પગેરૂ શોધવાની મથામણ કરી રહી છે. આ અંગે કલો ડીવાયએસપીએ જણાવ્યું હતું કે બંગલામાંથી સોનાના સોનાના દાગીના અને બે લાખ રોકડ , ડીવીઆર, ત્રણત્રણ એલઇડી ટીવી સહિત કુલ રૂપિયા ૮.૫૧ લાખ ની મત્તા ચોરાઈ હોવાનું સામે આવ્યું છે.

Related Posts