કલોલ શહેરના પંચવટી વિસ્તારમાં મોડી રાત્રે પસાર થઈ રહેલા યુવકના ગળામાંથી સોનાના દોરા ની લૂંટનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે યુવક એકટીવા ઉપર પસાર થઈ રહ્યો હતો અને પલ્સર બાઈક ઉપર આવેલા બે યુવકો તેના ગળામાં પેરેલ સોનાના દોરાની લૂંટ કરીને ભાગી છુટયા હતા બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે. આ બાબતે મળતી વિગતો અનુસાર પંચવટીમાં યુવકના ગળામાંથી સોનાની દોરાની લૂંટ થતા ચકચાર મચી જવા પામી છે શહેરના કલ્યાણપુરામાં રહેતો ઓમ દિનેશભાઈ પટેલ તેના મિત્રના એકટીવા પાછળ બેસીને રાત્રિના ૧૧થ૦૦ વાગ્યા બાદ પંચવટી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પલ્સર બાઈક ઉપર બે યુવકો આવ્યા હતા અને ઓમ કાંઈ સમજે તે પહેલા તેના ગળામાં હાથ નાખીને તેણે પેરેલ સોનાના દોરાની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. જેથી તેણે બૂમોબૂમ કરી મૂકી હતી અને લૂંટારોને પકડી પાડવા માટે તેણે એકટીવા ઉપર પીછો કર્યો હતો પણ લૂંટારો ભાગી છૂટયા હતા.
કલોલના પંચવટીમાં વિસ્તારમાં મોડી રાત્રે યુવકના ગળામાંથી સોનાના દોરાની લૂંટ થઇ


















Recent Comments