fbpx
ગુજરાત

કલોલમાં પાંચ રૂપિયાના ખર્ચે પ્લાન્ટનાં બંધ મશીનોને પુનઃ કાર્યરત કરનાર શ્રમિકને શ્રમરત્ન પુરસ્કાર એનાયત કરાયો

ગાંધીનગરનાં કલોલની ઈફકો કંપનીમાં બંધ પડી ગયેલા એક પ્લાન્ટનાં મશીનોને માત્ર પાંચ રૂપિયા નજીવા ખર્ચે પુનઃ કાર્યરત કરીને અત્રે કામ કરતા સિનિયર ટેક્નિશિયને કમાલ કરી દીધી છે. જર્મનીમાં બનતાં સિલિકોન રબ્બરના વેક્યૂમ કપનાં વિકલ્પે માત્ર પાંચ રૂપિયાની કિંમતના નાઇટ્રાઈટ રબ્બરના કપના ઉપયોગથી મશીન પુનઃ ચાલુ કરીએ તેમણે કંપનીને કરોડો રૂપિયાનું નુકશાન થતાં અટકાવી દેવાયું છે.

જે અન્વયે સરકારે ટેક્નિશિયન શૈલેષભાઈ પટેલને શ્રમરત્ન પુરસ્કાર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું છે. દેશના કર્મઠ શ્રમિકોની મહેનત અને કોઠાસૂઝે દેશના વિકાસમાં ચાર ચાંદ લગાવી દીધા છે. ખેતરથી માંડીને મોટી મોટી ઔદ્યોગિક કંપનીઓમાં શ્રમિકોએ પોતાના બાવડાંના બળે પોતાના પરિવારે સેવેલા સપનાઓને પાર પાડયા છે. આ શ્રમિકોએ કંપનીના ઉત્પાદનની સાથે સાથે સહ કર્મચારીઓ અને કંપનીના હિતો માટે પણ વિચાર્યું છે. ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય અને રોજગાર વિભાગ દ્વારા આવા શ્રમિકોના લોકહિતાર્થ કાર્યો માટે શ્રમરત્ન પુરસ્કાર અપાય છે.

તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના દૂરંદેશી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલા આ પુરસ્કાર, ઉદ્યોગોમાં સંકટ સમયે પોતાની આત્મસૂઝ, ઉત્પાદન વધારવા તથા ઔદ્યોગિક શાંતિ જાળવવામાં યોગદાન આપનારા શ્રમિકોને અપાય છે. ગાંધીનગર જિલ્લાના આવા જ મહેનતુ અને હોંશિયાર શ્રમિકોએ પોતાની સમજદારીથી કંપનીની ટેકનિકલ સમસ્યાઓનું સમાધાન કરીને ઠપ થઈ ગયેલી ઉત્પાદન પ્રક્રિયાને ફરીવાર શરૂ કરાવી, ઉપરાંત કંપનીના લાખો રૂપિયાનું નુકસાન થતું અટકાવ્યું છે.તાજેતરમાં જ વિશ્વકર્મા જયંતીએ શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે આ બંને શ્રમિકોનું સન્માન કર્યું હતું.

Follow Me:

Related Posts